________________
૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૫૧
વળી, ધર્મમાં સટ્ટો ન રમાય-દેવું થોડું અને લેવું ઘણું એ એક જાતનો સટ્ટો છે. પાંચ ગાંસડીના વેપારમાં પાંચસો કમાઈ લેવાની દાનત એ સટ્ટો. પહેલાં વેપાર હતા-રૂપિયાની સત્તર આની કરતા. જેથી પોતે મોજથી રોટલા ખાતા અને ગ્રાહક પણ વિશ્વાસ રાખી ખરીદી કરતા. આજે ગાળા વધી ગયા. પેલો વેપાર હતો હવે સટ્ટો થઈ ગયો. ખિસ્સામાં પાંચ ન હોય ને પચાસની બીટ મૂકે એ સટ્ટો-આજે ધર્મમાંયે આવો સટ્ટો ચાલ્યો છે તે ઠીક નથી.
921
ધર્મ ઉપર આપત્તિ આવે ત્યારે વિચારમાં સમય ગુમાવાય ? આ તો કહેશે કે ચારને બોલાવીએ, પાંચને ભેળવીએ, સોને ભેગા કરીએ, પછી વિચારીને બધું કામ કરીએ. એમ વિચારમાં ને વિચારમાં બધું સારું થઈ જાય તેનું શું ? ઘર સળગે ત્યારે ‘શી રીતે સળગ્યું' એ પૂછવા ન રહેવાય. તે વખતે તો પાણી છાંટવા જ લાગી જવું પડે. નોકર બીડી પીતો હોય ને તણખો ઊડે, દુકાન સળગે, નોકર ખબર દેવા આવે ત્યારે શેઠ એની સાથે ઝઘડો કરવા બેસે કે‘બસ, તેં બીડી પીધી કેમ ?' ત્યારે પેલો ડાહ્યો હોય તો કહે કે-મેં તો બીડી પીવાની એક મૂર્ખાઈ કરી પણ તમે હવે વાતોમાં સમય ગુમાવવાની બીજી મૂર્ખાઈ ન કરો.' શેઠ કહે કે‘હું તારા પર દાવો કરીશ, જપ્તી લાવીશ' ત્યારે પેલો કહે કે-‘પણ લેશો શું ? પગાર તો પચીસનો આપો છો. બે હાંલ્લાં પડ્યાં છે તે લઈ જજો.’ આ શેઠ ડાહ્યો કે મૂર્ખ ? બે લાખનો માલ બળ્યા પછી એ નોકર પાસે લેવાનો શું ?
દવ લાગે ત્યારે બંગલા ન જોવાય, તિજોરીમાં નાણાં ગણવા ન બેસાય. એ વખતે તો જાતને પણ જોખમમાં મૂકવી પડે. તો જ રક્ષણ થઈ શકે. એવું જ ધર્મના પ્રસંગમાં સમજવું. એ ન બને તો કહી દેવું કે ‘અમે તો વાજાં વાગે ત્યારે આવવાના, દુપટ્ટા-પાઘડી પહેરી આગળ ચાલવાના; બાકી પથરા ઊડવાના હોય તો જણાવી દેજો. આઘાપાછા થઈ જશું-અમે તો શોભાના છીએ. તમે મહેનતમજૂરી કરો ને અમારી નામના થતી હોય તો જરૂર આવીએ, બાકી રાતી પાઈ કાઢવાની વાત કરશો નહિ.'
આવી દશા હોય ત્યાં શું થાય ? કહો કે ધર્મ પ્રત્યે હજી મારાપણું જાગ્યું જ નથી.
અહિંસા અને રાજર્ષિ કુમારપાળ ઃ
કુમારપાળ મહારાજાએ પોતાના સમગ્ર રાજ્યમાં અમારિનું પ્રવર્તન કરાવ્યું હતું. અહિંસા ધર્મના રક્ષણ માટે એક વખત પોતાના બનેવી સામે યુદ્ધે ચડવું પડ્યું-બન્નેનાં સૈન્યો સામસામાં આવી ગયાં. કુમારપાળે લડવાનો હુકમ કર્યો