________________
૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72
કોષ કાઢીને એને સમજાવવો પડે કે જેમ રાજા થાય તેમ કુંભાર પણ થાય. અને એ કુંભારનો હાથી એટલે આ સામે દેખાય છે તે ગધેડો સમજવો. આમ વસ્તુને યથાસ્વરૂપે ઓળખાવવા માટે તેને અનુરૂપ શબ્દો વાપરવા પડે તેથી એમાં કટુતા કે ગુસ્સો છે એમ ન સમજવું.
સભા વાણિયો મગનું નામ મગ ન પાડે એવી કહેતી છે ને ?”
1051
૪૮૧
છે, પણ એ એનો ગુણ નથી પણ ખામી મનાય છે. વળી એ વાણિયો છે તે કદાચ એમ કરે પણ અમે તો સાધુ છીએ. હઠીલાને બેસાડવા બે શબ્દ જોરથી પણ બોલવા પડે તો એ ઉગ્રતા નથી પણ સામાના હિતની ભાવના છે. શિક્ષકને શિક્ષા કરવાનો હક હોય તો જ શિક્ષણ આપી શકાય :
શિક્ષક બધા વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ તો સરખો જ રાખે પણ ઘણા વિદ્યાર્થી પ્રત્યે એને કરડા થવું પડે છે. ઘણાને માટે હાથમાં સોટી કે ફુટપટ્ટી રાખવી પડે છે. શિક્ષકને શિક્ષા કરવાનો હક્ક છે. જો એ હક્ક શિક્ષક ન ધરાવે તો એના શિક્ષકપણાને એ જાળવી ન શકે. વિદ્યાર્થી ગમે તેમ વર્તે તોયે નભાવી લે, એ શિક્ષક શિક્ષકપણાને લાયક નથી. એ રીતે વિદ્યાર્થીને છૂટ આપી તેથી તો પ્રોફેસરોની ઠેકડી ઉડાડતા થયા. એવા પ્રોફેસરોની કમબખ્તી જ થાય છે. એને અવર પૂએ કરવો કઠિન પડે છે. એની દશા તો એ જ જાણે છે.
કેટલાક પ્રોફેસરો તો તૈયાર કરીને લાવેલું ઝપાટાબંધ બોલી જ જાય છે. વચમાં વિદ્યાર્થીઓ હુરે ! બોલાવે પણ પેલો તો જેમ તેમ પૂરું કરીને ઝટ છૂટવાની વેતરણમાં જ હોય. જેને પોતાનું સ્થાન અને માન જાળવવું છે એ તો કડકાઈ રાખે જ છે. જેને નોકરી વહાલી છે અને વિદ્યાર્થીઓ સાચી ખોટી અરજીઓ કરી કઢાવી મૂકશે તો પોતે રખડી પડવાનો ભય છે, તેઓ તો વિદ્યાર્થીઓનાં તોફાન નભાવી લે છે પણ જેઓ પાવરધા બન્યા છે, નોકરીની જેમને દરકાર નથી એવા પ્રોફેસરો તો પોતાના સ્થાન અને માનને સાચવે જ છે. નથી સાચવતા તેમને સહન કરવું પડે છે. આ બધાં ઝે૨ આજની શિક્ષણપદ્ધતિનાં છે.
શિક્ષક એ ગુરુ કે નોકર ? આજના વિદ્યાર્થીના માનસમાં તો એ જ છે કે આ તો પગારદાર છે માટે નોકર છે. હવે જેની પાસે ભણે તેને નોકર માને એ ભણનારમાં વિદ્યા આવે ? શિક્ષક ઊભા હોય ને પેલો બાદશાહની જેમ અઢેલીને બેઠા હોય ત્યાં જ્ઞાન શી રીતે આવે ? આજના પરીક્ષા પાસ કરી જનારાઓની પછી થોડા દિવસો બાદ પરીક્ષા લો તો મોટા ભાગે નપાસ જ થવાના. પરીક્ષાના