________________
૪૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1052
પાંચ દિવસ માટે જ તૈયાર થયા હોય. સોમાંથી પંચોતેરને તો પાસ કરવા એવું અગાઉથી નક્કી થયું હોય-નાપાસ કરે તો વિરોધનાં સરઘસો નીકળે. હવે આવા જેમતેમ કરી જબરદસ્તીથી પાસ થયેલાઓમાં વિદ્યાનું પરિણમન ક્યાંથી હોય ?
પરિણત વિદ્યાર્થીઓનો તો શિક્ષક પ્રત્યે અખંડ બહુમાનભાવ હોય છે. એ તો મરતાંયે શિક્ષકનું ઋણ ભૂલતો નથી. એવાઓ તો આજે સમાજને શોભાવે છે. બાકી સેંકડે નેવું ટકા તો મૂર્ખ છે. એ તો જ્યાં ત્યાં ડહોળવાનું જ કામ કરે છે. એમને ન કમાતા આવડે, ન જીવતાં આવડે. બોલતાં પગ ધ્રૂજે અને લખતાં કલમ કંપે, વાંચવું કેમ, તે પણ પૂરું ન જાણે. અજ્ઞાની પણ સદ્ગરના યોગે તરી જાય?
“જેવો તેવો પણ સંયમી' એ શબ્દો યાદ છે ને ? શબ્દ.બરાબર યાદ રાખો. અહીં સંયમીની વાત છે, કોઈ વેષધારી નાટકીઆની વાત નથી. “જેવા તેવા સંયમી કરતાં શ્રાવક સારો” એમ બોલવામાં ગુણપ્રશંસા નથી. વારુ, જેવો તેવો સંયમી ન ગમે તો જેવો તેવો પણ શ્રાવક કેમ. ગમે ? પૂરો શ્રાવક, પાકો શ્રાવક ક્યારે કહેવાય ? ત્રણ કાળ પૂજા કરે, ઉભય કાળ આવશ્યક કરે, બાર વ્રત ઉચ્ચર્યા હોય, નિત્ય ગુરુવંદન કરે, નિરંતર જિનવાણી સાંભળે, પર્વતિથિએ પૌષધ કરે, આત્મસાક્ષીએ-દેવસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ પચ્ચકખાણ કરે, આત્મસાક્ષીએ-દેવસાક્ષીએ અને ગુરૂસાક્ષીએ પચ્ચકખાણ કરે, એ પાકો શ્રાવકને ? આમાં ન્યૂનતા હોય તો ? પૂજા ત્રિકાળને બદલે એક કાળ કરે તો ? તો એ ચાલે ને ? ત્યારે શ્રાવક જેવો તેવો ચાલે અને મુનિ જેવો તેવો ન ચાલે, આ કઈ મનોદશા બતાવે છે ?
બાર વ્રતધારી શ્રાવક ભાંગા ન જાણે તોયે શ્રાવક ખરો ને? આજે ભાંગા જાણનારા શ્રાવક કેટલા ? સમ્યગ્દર્શનના ભાંગા પણ એ જાણે ખરો ? બોલવા ઊભા કરો તો બોલી શકે ? છતાં એ શ્રાવક ખરો ને ? અને એવો શ્રાવક પાછો મુનિને પૂછે કે શું ભણ્યા ? ત્યાખ્યાન નથી આવડતું ? પડિક્કમણું નથી આવડતું? તો મુનિ શાના ? આવું આવું બોલે એ શાથી ? સભાઃ “એ વર્ગની એવી માન્યતા છે કે સવાલ પૂછે અને જવાબ ન આપી શકે
તો એ મુનિ નહિ.” સવાલ પૂછનાર તો ઘણા એવા હોય છે કે સારા સારા સમર્થ પુરુષોને પણ એને હાથ જોડવા પડ્યા, મૌન સેવવું પડ્યું. શું કરે ? ભગવાન દુનિયાને અનાદિ કહે, ત્યારે પેલો પૂછે કે એ કેવી રીતે ? તો કહે કે જેવી રીતે છે તેવી રીતે. પેલો પછી ? પછી ? એમ પૂછ્યા જ કરે એનું પછી, માટે જ નહિ, ત્યાં થાય શું ?