________________
૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી – 72
વળી ઉત્તર આપવાની અશક્તિનો આરોપ મહાવ્રતમાં હોય ? પરીક્ષા તો તે કે જે કાળે જ્ઞાનીએ જેટલા ગુણ વિહિત કર્યા છે તે કાળે ગુણ હોય તો મનાય. શ્રાવકમાં બાર વ્રતધારીને લીધા તેમ એક વ્રતધારી અને વ્રત વગરના શ્રદ્ધાળુને પણ લીધા કે નહિ ? સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. શ્રાવકશ્રાવિકામાં વ્રત વગરનાનો પણ સમાવેશ કર્યો કે નહિ ? કેમ કર્યો ? ત્યાં એ પ્રશ્ન નથી ઊઠતો તો સાધુ-સાધ્વીમાં જ વાંધો કેમ લેવાય છે ?
1053
૪૮૩
વારુ ! આગળ ચાલો. શાસ્ત્ર કહ્યું કે મિથ્યાદ્દષ્ટિને પણ દ્રવ્ય સમ્યક્ત્વનો આરોપ કરીને દીક્ષા અપાય. એને પણ ઓઘો આપીને જગત પાસે પૂજાવે, ત્યાં શું કહેશો ? હજી દ્રવ્યસમ્યક્ત્વનો આરોપ છે, હૈયામાં કાંઈ નથી માત્ર સંસાર અસારની ભાવના જાગી છે અને સંયમ ઠીક લાગ્યું છે એટલું જ, છતાં દીક્ષા આપીને પૂજ્ય બનાવે છે ને ? હજી તો એ આત્માએ શ્રી જિનેશ્વરદેવને પૂરા ઓળખ્યા પણ નથી, નિગ્રંથગુરુનું વિશેષ કાંઈ સ્વરૂપ જાણ્યું પણ નથી. ષડૂદ્રવ્યને સમજતો નથી, જીવાદિ તત્ત્વોનો પૂરો ખ્યાલ પણ નથી, તો પણ શાસ્ત્ર કહે છે કે એવા તો અનંતા આત્માઓ ગુરુસંયોગે વીર્યોલ્લાસના યોગે કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મુક્તિમાં પહોંચી ગયા.
-
તો... જે તે ક્રિયા આધ્યાત્મિક ગણાય :
જૈનકુળમાં જન્મેલાને દીક્ષા સામે આટલો વિરોધ, એનું કારણ શું ? અરે, દીક્ષાના ઉમેદવા૨ને સલાહ આપે છે કે-બેચાર વરસ કાઢી નાખ, અહીં રહીને પાળ, પછી ભવિષ્યમાં લેજે; આવી સલાહ અપાય ? એવી સલાહ આપનારા પાછા વર્ષોથી ક્રિયાકાંડ બહુ કરે છે. એમને પૂછો કે વર્ષોથી આટલી બધી ક્રિયાઓ કરો છો છતાં તમને વૈરાગ્ય કેમ નથી થતો ? તો કહેશે કે ‘એ તો ભોળાઓને થાય. સમજદારને એમ વૈરાગ્ય થઈ જતા હશે ?' હવે આવા સમજદારને સમ્યગ્દષ્ટિ કહેવા કે મિથ્યાદ્દષ્ટિ ? કોઈ એને કહે કે ‘અમુક પુણ્યાત્મા હજી થોડા સમયથી મંદિર, ઉપાશ્રયે જતો થયો અને એને વૈરાગ્ય થઈ ગયો અને તમે તો વર્ષોથી ક્રિયામાં ઊંડા ઊતર્યા છો, લાંબો સમય ક્રિયામાં ગાળો છો છતાં તમને હજી વૈરાગ્ય કેમ નથી આવતો ?' તો કહેશે કે ‘એ બધા કાચા મનના, અમે એવા નહિ.’
શાસ્ત્ર ફહે છે કે-આ એક પ્રકારની ધીડ્ડાઈ છે. ક્રિયાઓને એ ઘોળીને પી ગયા છે તેથી એ ક્રિયાઓની એમને કાંઈ જ અસર નથી. પહેલે ગુણઠાણે આધ્યાત્મિક ક્રિયાની શરૂઆત થાય તેની પણ એ ક્રિયા ખ્યાતિ કે માનપાન માટે ન હોય. આત્માને ઉદ્દેશીને કરે તો જ એ ક્રિયા આધ્યાત્મિક ગણાય.