________________
893 – ૨૨ઃ ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 – ૩૨૩ બંગલા બગીચાવાળા બને એવી યોજનાઓ ઘડી સમાજ સમક્ષ મૂકવી જોઈએ. જો આવું કાંઈ કરે તો એ દેશકાળના જાણ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સમજનારા કહેવાય. આ તો પાટે બેઠા કે બધું છોડવાની જ વાતો કરે તે આ જમાનામાં કેમ ચાલે ?' આવું બોલનારા સાથે અમારે મેળ કઈ રીતે મળે ?
હું તો કહું છું કે ભૂત-ભવિષ્યને ભૂલનારા અને કેવળ વર્તમાનને ઇચ્છનારાએ જૈન સાધુના વ્યાખ્યાનમાં આવવું જ નહિ.આવવા માટે એક બારી ખુલ્લી છે તે એ કે વર્તમાનમાં પણ સુખપૂર્વક જીવી શકાય એ માટે નીતિ વગેરેના પાઠ શીખવા માટે આવવું હોય તો ભલે આવે.પણ ખાતરી છે કે જેને ભવિષ્યનો ડર નથી તે નીતિના પાઠ સાંભળવાનો કે અમલમાં મૂકવાનો નથી. કદી નીતિનો દેખાવ કરે તોયે એ આડંબર હશે-એવાઓ ક્યારે અનીતિ તરફ ખેંચાય એ કહેવાય નહિ.
જેઓ ભૂત-ભવિષ્યનો વિચાર નથી કરતા, તેઓ વર્તમાનની ધર્મક્રિયા કરે શા માટે ? એ ધર્મક્રિયા એમને આપે શું ? દાન કરવામાં તો આપવાનું છે, શીલ પાળવામાં ભોગસામગ્રીનો કાપ છે, કાયા અને ઇંદ્રિયો પર અંકુશ આવે છે, તપ કરવામાં છતી સામગ્રીએ ન ખાવું કે ઓછું ખાવું થાય છે અને ભવમાં કોઈનું ભૂંડું ઇચ્છવા પર પ્રતિબંધ મુકાય છે. આ બધું એને કેમ ફાવે ? આવા જીવો દાન, શીલ, તપ અને ભાવ કઈ આશાએ કરે ? કોઈ કહેશે કે નામના માટે-પણ નામના માટે દાન, શીલ, તપ, ભાવ વાસ્તવિક સ્વરૂપે થતાં નથી. સાચું દાન તે દઈ ગયા કે જે લક્ષ્મીને અસાર માનતા. લક્ષ્મીની તેમને કિંમત ન હતી. કેમ ? સંસાર જેવો છે તેવો તેઓ જોઈ શક્યા માટે. એ જીવો તત્ત્વશ્રદ્ધાળુ હતા. એવા જીવો સંસારસાગરમાં રમે નહિ.
સભા: ‘અર્થ-કામ હેય છતાં એ પુરુષાર્થ કેમ ?”
-કારણ કે એ પણ મળે છે પ્રયત્નથી માટે. પુરુષોથી એ ઇચ્છાય છે એ દૃષ્ટિએ પણ એને પુરુષાર્થ કહ્યા છે પણ છે તો એ હેય જ. બહિરાત્મા, અંતરાત્મા, મહાત્મા અને પરમાત્મા :
હવે પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કેतदृष्टवा चिन्तयत्येवं प्रशान्तेनान्तरात्मना । भावगर्भ यथाभावं परं संवेगमाश्रितः ।।
અર્થ : સંસારના સ્વરૂપને જોઈને પરમ સંવેગને પામેલો સમ્યગ્દષ્ટિ આત્મા પ્રશાંત એવા અંતરાત્મા દ્વારા ભાવનાને અનુરૂપ એવા ઉપયોગપૂર્વક સંસારના સ્વરૂપની કંથાર્થ વિચારણા કરે છે.