________________
૩૨૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ આત્મા ત્રણ પ્રકારના છે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, વચ્ચે મહાત્મા પણ આવે.
બહિરાત્મા પહેલા ગુણઠાણે હોય. ચોથેથી એ અંતરાત્મા કહેવાય, છછુંથી મહાત્મા અને તેરમે ગુણઠાણે પરમાત્મા બને. દુનિયાની વસ્તુને પોતાની માને તે બહિરાત્મા. શરીરને “હું” માને તે બહિરાત્મા. “હું” શરીરથી જુદો, એમ માને તે અંતરાત્મા. શરીરને જે પર માને, તે સંસારની બીજી ચીજને પોતાની માને ? સંસારનું સ્વરૂપ સમજી શકે, શરીરાદિથી આત્માને ભિન્ન માને તે અંતરાત્મા ચોથે, પાંચમે ગુણઠાણે એ હોય. છછું મહાત્મા બની આગળ વધતાં વધતાં તે પરમાત્મા થાય. પરમ આત્મા તે પરમાત્મા. છઠે પહોંચીને મહાત્મા બનેલા ટ્રેન કે મોટરમાં બેસે ? કંદમૂળ આદિ ખાય ? વાડીવજીફા રાખે ? વાડીનો પાક સાચવવા કાળજી રાખે તે મહાત્મા કહેવાય ? સાધુ વેષમાં રહીને સાધુએ ન કરવાનાં કામો કરે તે મહાત્મા કહેવાય કે અધમાત્મા ? '
જૈનો ગાડરીઆ પ્રવાહમાં તણાય ? વસ્તુના એ વિવેકી હોય કે આંખો મીંચીને જેને તેને માનનારા હોય ? જેને ખાવા-પીવાનો વિવેક ન હોય, એ મહાત્મા ? સર્વ દેવ-ગુરુ-ધર્મ સરખા મનાય ? અરે ! એ દૂર રહ્યું પણ જે દેવગુરુ-ધર્મ ન જ માને, તે કયો આત્મા કહેવાય ? આર્યદેશમાં ગુરુ ન મળવાનો હેતુ શું હોય ? પોતે પોતાનામાં ગુરુતા માની એટલે બીજા બધા લઘુ જ દેખાય. એ કહે છે કે-હું અપૂર્ણ ખરો, પણ મેં મારા જેવો પણ કોઈને જોયો નથી; એમ કહે એટલે શું? એટલે એમ કે હું સર્વથી અધિક આ તો એક જાતની વાજાળ છે. “હું અપૂર્ણ ન કહે તો કોઈ સાંભળે નહિ. અપૂર્ણ છતાં સર્વથી તો પોતાને અધિક જ ન માને છે. એવાને દેવ, ગુરુ, ધર્મ માટે પૂછો તો શું કહે ? એ કહે કે દેવ તો છે જ નહિ. પથ્થરને દેવ મનાય નહિ. ગુરુ આ કાળમાં કોઈ જોવા મળતા નથી. અને અંતરનો અવાજ એ જ સાચો ધર્મ આ એની માન્યતા. કહે કે-“શાસ્ત્ર માનું ખરો પણ મારા અંતરના અવાજને અનુસરે તો આવાનું શાસ્ત્ર થવું હોય તેણે એના અંતરના અવાજને અનુસરવું જોઈએ. શાસ્ત્ર પણ કહી દે કે મારે તારું શાસ્ત્ર બનવું નથી.”
આવાને આર્યદેશ તો મળ્યો પણ હૈયામાં અનાર્યતા આવી ગઈ. એ કહે છે કે ગમે તેવી ચીજ પણ અમુક સમયે ખાવામાં હરકત નથી. વસ્તુ અભક્ષ્ય હોય તો પણ સમય આવે ખાવામાં પાપ ન ગણાય.” આમ બોલે એ ચાલે ? માનો કે કદી ખાવી પડી - ખાધી નહિ પણ ખાવી પડી-તોયે પાપ એ પાપ નહિ ? આવી વાતો અંતરાત્મા કે મહાત્માથી કરાય ?