________________
895
– ૨૨ ઃ ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 – ૩૨૫
કલિકાલસર્વજ્ઞ શ્રી આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે
स्याच्छशवै मातृमुखस्तारूण्ये तरूणीमुखः ।
वृद्धभावे सुतमुखो, मुखो नान्तर्मुखः क्वचित् ।।१।। બાલ્યાવસ્થામાં માનું મોં જુએ, જુવાન થાય એટલે પત્ની સામે જુએ, ઘરડો થાય એટલે છોકરા તરફ જુએ પણ એ ગમાર માણસ પોતાના આત્મા તરફ કદી જોતો નથી. '
આ દશા હોય, ત્યાં શું થાય ? આ બધાં બહિરાત્માનાં લક્ષણ છે. સભા: “બહિરાત્મામાં જુદા જુદા ભેદ હોય ?
હોય, પણ તેની મહત્તા નથી. બધાય પથ્થરની ખાણ, કોઈ વાંકો તો કોઈ ગોળ તો કોઈ અણીદાર-પણ આખરે બધા પથ્થર. ભગવાનની મૂર્તિ કયા પથ્થરની થાય ? ટાંકણું મારતાં ભાંગી જાય એની ? ના. ટાંકણાનો ઘા ખમી શકે એવા પથ્થરની જ મૂર્તિ થાય. એ જ રીતે ધર્મના સિદ્ધાંતો પચાવી શકે તે અંતરાત્મા બની ધરી ધીરે પરમાત્મા બની શકે.
સભાઃ મહાત્મા’ શબ્દ પારિભાષિક છે ?'
-જૈનશાસનમાં એ વાત રૂઢ છે કે જે તત્ત્વદૃષ્ટિ ધરાવતો આત્મા પોતાની સમજનો પૂરો અમલ કરે તે મહાત્મા. દુનિયા જેમાં રવડે તેમાં જે ન રવડે તે મહાત્મા. બાકી તો કોઈને રોટલીનો ટુકડો ન મળે અને કોઈને ઘેબર મળે, કોઈને સૂવા કંથા પણ ન મળે અને કોઈને સદાયે પુષ્પની શા મળે, ગધેડો રાખમાં આળોટે અને શ્રીમંત પલંગમાં આળોટે, આ બધામાં ભેદ છે પણ એની કોઈ મહત્તા નથી. બધાંયે બહિરાત્મ દશાનાં લક્ષણ છે. વ્યાખ્યાન શા માટે ?
અંતરાત્મા તે કહેવાય કે જે દુનિયાના એકેએક પદાર્થથી પોતાને પર માને. એ ક્યારે બને ? ભૂત-ભવિષ્યનો વિચાર કરે તો ભૂતને ન માને. ભવિષ્ય ન વિચારે તે નાસ્તિક છે, પછી તમે હો કે હું હોઉં! હું પણ ભૂત-ભવિષ્યને ભૂલીને વર્તમાનમાં થતી વાહવાહ માટે વ્યાખ્યાન વાંચું, તો હું પણ નાસ્તિક. વ્યાખ્યાન તમારી પાસેથી વિદ્વત્તાનું સર્ટિફિકેટ મેળવવા માટે નથી. વાહવાહ માટે વ્યાખ્યાન વાંચનારને પાનાં હાથમાં જ રહી જાય. એ કદી પાનાં વાંચે તોયે નામના માટે બાકી તો મોઢાનાં ગપ્પાં જ મારવાં પડે. કારણ કે વ્યાખ્યાન પણ સામાને રાજી કરવા માટે જ વાંચવાનું છે ને ? એવા ઉપદેશકે કહ્યું કે- ભગવાને ત્યાગ કહ્યો તે અમારા માટે, તમે ત્યાંગ કરવા જશો તો માર્યા જશો. લક્ષ્મી પેદા કરવામાં મૂંઝાવું