________________
૩૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
892
દાન, શીલ, તપ, ભાવ ગમે કોને ?
મોક્ષને સાધ્ય અને ધર્મને સાધન માને તેને કે કામને સાધ્ય અને અર્થને સાધન માને તેને ? આજે તો સારા સારા શ્રાવકો, મંદિર, ઉપાશ્રયનો વહિવટ કરનાર ટ્રસ્ટી બનેલા શ્રાવકો કહે છે કે- એકલી ધર્મ કરવાની વાતો હવે બંધ કરો. આવું કહેનારાના હાથમાં મંદિરનો વહિવટ હોય પછી સ્થિતિ શું થાય ? દુનિયામાં જાહેર કરો કે મંદિર, ઉપાશ્રય અને ધર્મસ્થાનોના ટ્રસ્ટી તે જ થઈ શકે કે જેઓ અર્થકામને હેય માનતા હોય, મોક્ષને સાધ્ય અને ધર્મને મોક્ષના સાધન તરીકે માનતા હોય. તમે આવી જાહેરાત કરો પછી પેલાઓ ઊંધી પ્રવૃત્તિ કરતા હોય તો તે દુનિયાની નજરે પણ ખોટી જણાય. આવું જાહેર કર્યા વિના હવે તમારો છૂટકો જ નથી. જેઓ મુક્તિને માનતા નથી, જેમને મુક્તિ જોઈતી નથી, ગમતી નથી, જેમને ધર્મની કિંમત નથી, એવા વહિવટદારો અવસરે શું કરશે ? જરૂ૨ પડે તો લૂંટા૨ો પણ શેઠને સલામ કરે,પગ પણ દાબે પણ એની કિંમત શું ? એ તો દાવ શોધતો રહે અને કોઈ ન હોય ત્યારે પગ દાબતાં દાબતાં ગળું પણ દાબી દે. વાણિયો પણ કહે છે કે કચરો કાઢનારો પાંચ રૂપિયાનો પગારદાર પણ પ્રામાણિક જોઈએ. કચરામાંથી જડેલી પાવલી ખિસ્સામાં મૂકે એવો ન ચાલે. પગારમાં કદી પાંચના સાત આપે પણ વસ્તુ ઉપાડી ખિસ્સામાં ન મૂકે એવો નોકર શોધે. તેમ અહીં ટ્રસ્ટીઓ ધર્મની ગાદીને વફાદાર હોવા જોઈએ.
આપણી વાત એ ચાલે છે કે સમ્યગ્દષ્ટિ શ્રાવક ભૂત ભવિષ્યને વિચારે અને વર્તમાનને ભૂલે. વર્તમાનને કદી જુએ તો પણ એંટલા પૂરતો જુએ કે તેમાં પ્રભુની આજ્ઞાનું પાલન કઈ રીતે વધુ થાય. ચાર પુરુષાર્થમાં સમ્યગ્દષ્ટિ માટે બે ઉપાદેય છે. અને અર્થ-કામ એ બે હેય છે. એ જચે તો સંસાર ઓળખાયો કહેવાય-નહિ તો સંસાર ભયંકર લાગે ? રોજ સંસારની ભયંકરતા વર્ણવાય છે, અનુભવાય છે, છતાં હજી એ વાતમાં શંકા રહે છે, એનું કારણ ? કારણ કે અર્થ-કામ ઉપાદેય મનાઈ ગયા છે. મોઢે ગમે તેમ બોલો પણ હૈયાને પૂછો. અહીંથી બહાર જઈને એવું બોલનારા પણ સાંભળ્યા છે કે-મહારાજ તો કહે પણ પૈસા વિના ઘી-દૂધ આવે ? લુખ્ખા રોટલા ગળે કઈ રીતે ઊતરે, તે મહારાજાને શું ખબર પડે ? પાડોશી મોટરો દોડાવે અને અમે પગ ઘસતા ચાલીએ તો મનને કાંઈ થાય નહિ ? પેલો વિલાયત જઈ આવ્યો અને અહીં તો હજી સ્ટીમર પણ જોવા મળી નથી, કેવી કમનસીબી ! પૈસા વિના આ બધું શી રીતે થાય ? મહારાજ તો પૈસા છોડવાની વાતો કરે પણ અહીં તો પૈસા વિના ડગલું પણ ભરાતું નથી.’ આવું આવું બોલનારા અમારું માપ કઈ રીતે કાઢે છે તે વિચારો.
વળી કહે છે કે ‘સાધુઓએ આ બધું સમજી ગૃહસ્થો સુખી બને, મોટ૨,