________________
891 – ૨૨ : ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 – ૩૨૧
-વર્તમાનને જોવાનો પણ તે ભવિષ્યને ઉજ્વળ બનાવે તે રીતે. વર્તમાનનો ઉપયોગ જીવનને વિરાગમાર્ગે વાળવા માટે છે. વર્તમાનમાં લાખ મળતા હોય ત્યાં ધ્યાન રાખવું કે નીતિ છૂટી ન જાય. નીતિ રહેતી હોય તો ભલે, નહિ તો લાખ પાછા જવા દેવા, વર્તમાન આ રીતે જોવાય. પૂર્વની સારી કાર્યવાહીથી આ મળ્યું છે માટે ભવિષ્યની સાધના માટે વર્તમાન કેવો ગાળવો એ ત્યારે જ વિચારાય-એ વિચાર વિના બંગલા બગીચામાં પડેલાને ધર્મ ગમે ? નાસ્તિકતાનું મૂળ અહીં છે.
નાસ્તિકતા તો બધે બેઠેલી છે. આસ્તિકતા એવી છે કે એને લાવવાની મહેનત કરવી પડે. આવ્યા પછી જાળવવાની મહેનત કરવી પડે, જાળવતાં ન આવડે તો ચાલી જતાં વાર ન લાગે, અને તરત નાસ્તિકતા આવે. આજના આસ્તિક ક્યારે નાસ્તિક થાય એ ન કહેવાય, ધર્મ કરતાં જરા આપત્તિ આવી એટલે નાસ્તિકતા આવીને ઊભી રહે. આજની આ દશા છે.
સભા: “નિમિત્તવાસી જીવ છે ને ?'
- માટે તો કહે છે કે સારાં નિમિત્તો મેળવવાની ઉતાવળ કરો ! પૂજા કરવા ગયો અને આપત્તિ આવી કે તરત બોલે કે “ધર્મમાં શું છે એટલે નાસ્તિકતા આવી. શાસ્ત્ર કહે છે કે-પૂજા કરવા આવ્યો એ તો ખરું પણ પૂર્વે ઊંધું વાળીને આવ્યો છે એનું શું ? ચાર પુરુષાર્થમાં હેય-ઉપાદેયઃ
ધર્મને ગૌણ કરી અર્થ-કામને મુખ્ય બનાવવાની આજે કાર્યવાહી ચાલે છે અને એનાં આ પરિણામો છે. હાલ કેટલાક શ્રાવકો પણ એમ કહે છે કે-“ધર્મને હમણાં ગૌણ કરો અને દુનિયાને પૈસેટકે ભરપૂર બનાવો.” ધર્મને બદલે અર્થકામની મુખ્યતા હોય એવો કોઈ કાળ હોય ?
પુરુષાર્થ ધાર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સમ્યગ્દષ્ટિ માટે અર્થ-કામ હેય છે અને મોક્ષ અને એના માટે ધર્મ ઉપાદેય છે. જેઓ કામને સાધ્ય અને અર્થને સાધન માને તે મિથ્યાદૃષ્ટિ છે; અને જેનો મોક્ષને સાધ્ય માની ધર્મને તેનું સાધન માને તે સમ્યગ્દષ્ટિ છે. તેનાથી કપટ ન થાય, એ કોઈને લૂંટે નહિ, કેમકે એ બધું અનિત્ય માને છે-જેનું મોક્ષ સાધ્ય તેનું સાધન શું ? દાન, શીલ, તપ અને ભાવ. જેનું સાધ્ય ભોગ તેને જરૂર અર્થની. એનાથી દાનાદિ ધર્મ થાય ? એને દાન માટે કહેવાય તોયે વિચારે કે-“મહારાજ તો કહે પણ આજે કાંઈ કમાયો ?” ગયે વરસે પાંચ લાખ કમાયો એ ન વિચારે પણ આ સાલ ન કમાયો એ વિચારે.