________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-એવા વાણીસ્વાતંત્ર્યને આ શાસનમાં સ્થાન નથી. દુનિયાના પદાર્થોમાં પણ આવું વાણીસ્વાતંત્ર્ય ચાલતું નથી. ત્યાં પણ વસ્તુને ઉદ્દેશીને જ બોલાય છે. માલ લીધા-દીધાની વાત તિજોરીમાં પૈસા હોય તો બોલાય છે ને ? ન હોય ને બોલે તો ભીખ માગે. ભૂતકાળની આવી મહેનતનું આ ફળ છે. એ દૃષ્ટિ હોય તો જ ભવિષ્યનો વિચાર કરાય. વગર કમાયે જેને લક્ષ્મી મળે, તેને તેની કિંમત નથી હોતી પણ જેની પાસે પહેલાં ન હોય અને પછી ઘણી મહેનતથી મળે તે તો સાત વીસે સો માને છે. પાંચ વીસે નહિ પણ સાત વીસે સો માને એનો અર્થ એ કે એનેં એની મુશીબતના અનુભવનો પૂરો ખ્યાલ છે.
આસ્તિકતા-નાસ્તિકતા :
ભૂતકાળને સમજ્યા વિના ભવિષ્યકાળને સુધારવાનું મન ન થાય. મનુષ્યજીવન એ શાનું પરિણામ ? ભૂતકાળ કેવો હશે ત્યારે આ ભવ મળ્યો ? એ જો વિચારો તો ભવિષ્યની ચિંતા જાગે અને ત્યાગદશા જાગે.
સભા : મેઘકુમારને એમ જ થયું ને ?' .
890
૩૨૦
-બધાને મોટા ભાગે એવું જ બને છે. ભૂતકાળના થોડા ધર્મને અને એના વર્તમાન પરિણામને વિચારે તો ભવિષ્યમાં અધિક કરે-ભૂતકાળને ન વિચારનારા ભવિષ્યનો વિચાર કરી શકતા નથી. ભૂત અને ભવિષ્ય બંને કીમતી છે. પણ ભવિષ્યની જરૂ૨ સમજાય ક્યારે ? ભૂતકાળ સારો હશે માટે જ વર્તમાન સારો છે એમ વિચારાય, સમજાય અને મનાય તો ને ? એય દૃષ્ટિ સામે રાખવી પડશે. એક પણ દૃષ્ટિને બાજુ પર નહિ મુકાય.
વર્તમાનનાં દૃષ્ટાંતો તમને એટલી પ્રેરણા નહીં આપે. ‘જોયો એને હવે !' એમ જ થશે. ભૂતકાળનાં દૃષ્ટાંતોથી હેરત પમાશે. એ દૃષ્ટાંતો અનુકરણીય મનાશે, તો એ દૃષ્ટાંતોના અવલંબને આત્મા ઊંચો આવશે. આસ્તિકતા મેળવવી હોય તો ભૂત-ભવિષ્ય વિચારવાં પડશે અને વર્તમાનને ગૌણ કરવો પડશે. સાધુ, દેશવિરતિ, વ્રતધર, નિયમધર ક્યારે થાય ? સુખસામગ્રીનો ત્યાગ ક્યારે થાય ? ભૂત-ભવિષ્યનો ખ્યાલ કરાય તો. કેવળ વર્તમાન દૃષ્ટિવાળો તો મળ્યું એને ભોગવવાનું માને છે અને કહે છે; જ્યારે ભૂત-ભવિષ્ય દૃષ્ટિવાળો મળ્યું એમાં મૂંઝાવામાં માને છે અને કહે છે.
આસ્તિકે ભૂત-ભવિષ્ય લક્ષ્યમાં રાખી વર્તમાનને ગૌણ કરવો પડશે, સુખ મૂકી દુ:ખ સ્વીકારવું પડશે.
સભા ‘શું વર્તમાન જોવાનો જ નહિ ?'