________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
નથી થયો, એવા પરિણામની પ્રાપ્તિ કે જેનાથી ગ્રંથભેદ થાય એ કદી પ્રાપ્ત થયા ન હોય એવા કયા પરિણામની પ્રાપ્તિ ? ખાવા-પીવા, ૫હે૨વા-ઓઢવાના પરિણામની ? કે કોઈ મોજશોખના પરિણામની ! ના. એ તો હતાં જ. એમાં નવું શું ? અહીં તો એનાથી ઊલટા પરિણામની પ્રાપ્તિની વાત છે. પૂર્વે જે પરિણામમાં આત્મા મરતો હતો તેનાથી જુદા પરિણામની પ્રાપ્તિની વાત છે. ખાવાપીવાની લાલસામાં આત્મા કદી ન હતો એમ તો નથી જ. મોજશોખ અને રંગરાગમાં તો એ પડેલો જ હતો, એ ખુલ્લું જાણી શકાય તેમ છે. પરિણામમાં રૂપાંતરો ભલે થયાં હોય. સંયોગાનુસાર ભાવના ફરે એટલે રૂપાંતર હોય, પણ અપૂર્વ પરિણામ તો એનાથી જુદાં જ. આ એનું ચિત્ર દોરાઈ રહ્યું છે. ઉપદેશકનું કર્તવ્ય :
૪૩૦
1000
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ચેતવણી આપે છે કે-કોઈ કહે છે કે મને તત્ત્વશ્રદ્ધા થઈ તો એની ખાતરી માટે એની પાસે શું માંગશો ? એ જૈનશાસનમાં પ્રવેશ માંગશે તો શું કહેશો ?
સભા ‘પાસ માંગવાનો.’
એ પાસ એટલે શું ? એને સંસાર સાથે ફાવટ છે, એમ પૂછવાનું એ જ ને ? એ હા પાડે, ‘બહુ ફાવટ છે' એમ જણાવે તો એને નહિ પેસવા દેવાનો ને ? એને કહેવાનું કે જેને સંસા૨માં ફાવે તે અહીં કામનો નહિ. અહીં આવીને એ ઉપાધિ જ ઊભી કરવાનો. જેને ત્યાં ન ફાવે એ જ અહીં મેળ કરી શકવાના. જેને ત્યાં ફાવટ હોય એને માટે ત્યાં તો ભગવાન કહે છે કે અહીં જગ્યા જ નથી. તમે આ બધું ભણો. એ નથી ભણ્યા માટે મૂંઝવણ થાય છે, કારણ કે પાયો જ સ્થિર નથી.
બાકી તો સાધકને ગભરામણ શી ? સાધક તો ઉપસર્ગ માટે તૈયાર જ હોય. વિદ્યાસાધક સ્મશાનમાં જાય અને ભૂતપ્રેતથી ડરે કે કૂતરું ભસે ને ડરે, તો એ ચાલે ? કૂતરાં ભસવાનાં એ તો નક્કી જ છે કાળી ચૌદશની અંધારી રાત્રે, વિના પ્રકાશે સ્મશાનભૂમિમાં જવાનું અને ત્યાં કૂતરુંયે ન ભસે, એ બનવાનું છે ? સ્મશાનમાં જાય ત્યાં બધા ભય તો નક્કી જ છે.
સમ્યગ્દર્શનના ત્રીજા લિંગમાં કહ્યું કે :
વૈયાવચ્ચ ગુરુદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર;
વિદ્યાસાધક તણી પરે રે; આળસ નહિય લગાર રે... પ્રાણી.