________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
’તીર્થંક' શબ્દને પાપી આત્મા સાથે ન જ જોડવો જોઈએ. પુણ્યશાળી આત્માઓએ તો એમ જ કહેવું જોઈએ કે અમે તો તીર્થંકરના પગની રજ પણ નથી.
४०
610
એ તો ત્રણ લોકનો ધણી, સંસારથી કોઈ આત્માને મુક્તિએ પહોંચાડનાર. એનો સંઘ સંયમીના પગ ભાંગે ? સંયમીનો નાશ કરે ? સંયમમાર્ગના નાશ માટે રાજાઓ પાસે દોડે ? નીતિથી વિચાર કરો ! જે શ્રી તીર્થંક૨દેવે વર્ષો સુધી ઘોર ઉપસર્ગો અને રેિષહો સહીને કેવળજ્ઞાન મેળવ્યું, તે તારકની સાથે સરખામણી કરતાં પહેલાં વિચારો. એ તારકનું અપૂર્વ દાન અનુપમ શીલ, ઘોર તપ અનેં તમામને તારવાની ભાવના..
એ બધાના યોગે અનંતજ્ઞાન મેળવી એ તા૨કે જગતને તારવા માટે શાસન સ્થાપ્યું. એ શાસનને સેવે અને પ્રચારે તે સંઘ, પણ શાસનને ઉખેડવા મથે તે સંઘ નથી જ. ચતુર્વિધ સંઘના એક અંગરૂપ શ્રાવકસંઘને નાના મુનિને હાથ જોડતાં શરમ આવે ? ‘ચાર ચોપડી ભણેલો હું અને એક ચોપડી ભણેલો મુનિ' એમ સંઘમાં ગણાતો કહે ? નહિ જ, કારણ કે, એ તો વિચારે કે મેં સંસાર ન છોડ્યો માટે હું અભણ અને એણે છોડ્યો માટે એ ભણેલો.' પણ નહિ, આજના નામધારીઓ તો પોતાની પોઝિશનમાં પટકાય છે, ખિસ્સામાંથી હાથ બહાર કાઢતા નથી અને પાછા ઉપરથી કહે છે કે અમે પચ્ચીસમા તીર્થંક૨ !' આવાઓમાં સમ્યગ્દર્શન કેમ જ હોઈ શકે ? ધ્યાનમાં રાખજો કે, સુગિરી સમા શ્રીસંઘની પીઠ સમ્યગ્દર્શન છે.
સભા સર્વોપરી સત્તા ચોવીસ તીર્થંકરની કે પચ્ચીસમાનીં ?
શાસ્ત્ર કહે છે કે, ચોવીસ તીર્થંકરની આજ્ઞા માને તે સંઘ, પણ જે ચોવીસ તીર્થંકરની આજ્ઞાને ચાવી ખાય તે નહિ; આ તો એવા કે સર્વજ્ઞને પણ પોતાના સેવક બનાવવા નીકળ્યા છે. એવાઓને કોઈ પણ પ્રકારે સંઘમાં ગણી શકાય નહિ. શ્રીસંઘરૂપ સુરગિરિની એ સમ્યગ્દર્શનરૂપ પીઠમાં પોલાણ કરનારા પાંચ દોષોથી બચવાની જરૂર છે. એ પાંચ દોષો પૈકીના પ્રથમના બે દોષો ‘શંકા’ અને ‘કાંક્ષા’, એના ઉપર આપણે વિચાર કરી આવ્યા. આગળના દોષો માટે હવે પછી.
+