________________
609 -
- ૩ઃ ઉપકાર-અપકારનો વિવેક - 43
૩૯
ક્રોડમાં? વિચારો કે, છોકરાને કેવા બનાવો તો સુખી ! મારે તમને ઓળખવા છે! તમે ઘરબાર કુટુંબ પરિવારને ખોટ તથા દુઃખરૂપ ન માનો, ત્યાં સુધી આપણો મેળ ન મળે. છોકરાને ઘરમાં રાખવાની ભાવના, સંસારમાં ચડાવવાની ભાવના, એ સમ્યગુદૃષ્ટિ માટે પાપરૂપ છે. વૈરાગ્ય થાય તેવું શિક્ષણ ન જ દેવું એ છોકરાનું પાલન નથી પણ વિશ્વાસઘાત છે; એ પાલક નથી પણ વિશ્વાસઘાતી છે. જેઓ પોતાના સમજણા બાળકને વૈરાગ્ય તરફ આંગળી પણ ચીંધતાં નથી તે મા-બાપ વિશ્વાસઘાતી છે. બાળકની ત્યાં જવાની ઇચ્છા હોય, છતાં મૂકવા ન જાય એને કેવાં કહેવાં, એ ખૂબ વિચારણીય છે. જીવનમાં કાંઈ નહિ ને અમે પચ્ચીસમા તીર્થંકર ?
સમ્યગ્દષ્ટિ પોતાના છોકરાને શું શીખવે અને કેવો બનાવવા ઇચ્છે ? વકીલ, બૅરિસ્ટર અને સોલિસિટર બનાવવા ઇચ્છે કે સુસાધુ અથવા સારો શ્રાવક બનાવવા ઇચ્છે ? કદી રાત્રે કમિટી ભરીને એ સંબંધી વિચારની આપ-લે કરી? તમારી મોહની કાર્યવાહીને ફરજ ન કહો ! ફરજ તે કહેવાય છે, જેમાં સ્વ-પર હિત હોય ! જેમાં સ્વ-પર હિત નથી તે ફરજ જ નથી. સ્વાર્થની કાર્યવાહી એ તો કોરું પાપ છે. બાળકને ઘોડિયામાંથી આત્મગુણના સંસ્કાર નાંખવા જોઈએ, એની પાસે મહાપુરુષોર્ની કાર્યવાહીનાં ગીત ગાવાં જોઈએ અને એને સંભળાવવું જોઈએ કે, આટલા દીક્ષિત થયા, આટલા આચાર્ય થયા અને આટલા મુક્તિપદે સિધાવ્યા તથા આટલા પરમ શ્રાવક થયા. આ તો ઘોડિયામાં જ કહે કે, મામા આવશે ! અને ફલાણું લાવશે !! અને કાળી કે ગોરી !!! આ દશામાં સંઘત્વ શી રીતે કેળવાય? કેળવવું કંઈ નહિ અને કહેવું કે, “અમે સંઘ !” એ કેમ બને ? સંઘને કાયદા,
બંધારણ બધું હોય પણ કેવું? જેઓ “ભગવાન પાસે નરક નિગોદમાં હું ભમ્યો' 'એમ કહે અને સાધુ પાસે ઇચ્છકારના પાઠ બોલે, તેઓના કાયદા કેવા હોય? આ સંબંધમાં વિચારવાનું કામ નહિ અને કહી દેવું કે, અમે પચ્ચીસમા તીર્થંકર !” એ કેવું કહેવાય ? જે ધર્મની ઠેકડી કરે, જેને ખાતાં ન આવડે, પીતાં ન આવડે, એક જમણ થાય તો ત્યાં ચાર આની ખાય, બાર આની થાળી નીચે નાંખે, કીડા પાડે અને કહે કે, “પચ્ચીસમા તીર્થકર !” ઘરના માટલામાંથી પાણી પીતાં પણ આવડતું નથી ! એના એ પ્યાલા અંદર નાંખે, કોઈ કહે તો કહે કે, છોકરાં ઘણાં છે. છોકરાં કહે કે, બાપાજી જ એમ કરે છે. શ્રાવકના ઘેર એંઠવાડ કેવો હોય ! શ્રાવકના ઘરની મજૂરણ શ્રાવકની નોકરી ઇચ્છે કેમ કે, શ્રાવકની થાળી સાફ હોય, એને ઉટકવી ન પડે, ઉપચાર માત્ર કરવો પડે. કોઈ પણ જાતની શુદ્ધિ વિના અમે પચ્ચીસમા તીર્થંકર' એમ બોલી શ્રી તીર્થકર શબ્દની આશાતના ન કરવી જોઈએ.