________________
659 -- ૬ઃ સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? - 46 – ૮૯
દબાણથી પણ પાપ કરાવાય તે વાજબી, પણ રુચિ પેદા કરીને ધર્મ કરાવાય તે વાજબી નહિ, એમ શું તેઓ માને છે ?
કહો તો ખરા કે, એ કહેવાતા ધર્મીની માન્યતા શી છે?
રમકડાં આપીને દુનિયાદારીમાં જોડી શકાય, પણ એના કહેવાતા અજ્ઞાનનો લાભ લઈ સારી વસ્તુમાં ન જોડી શકાય, તેઓ એમ માને છે ?
દુનિયાની કાર્યવાહીમાં જોડવા દબાણ થાય, પણ ઉપદેશ આપીને સન્માર્ગમાં ન મુકાય શું તેઓ એમ માને છે ?
જેટલો સમય સંયમધર્મની આરાધના થઈ તેટલો સમય જીવનસિદ્ધિ નિશ્ચિત થઈ, એમાં એમને શંકા છે ?
જો આ બધા પ્રશ્નોનો ઉત્તર “ન' કારમાં હોય તો પછી એ ધર્મીઓ ગભરાય છે શાથી? -
સભાઃ “શું આવી શંકા ધર્મી ગણાતા પણ કરે છે ?'
એ વાત પછી. હાલ તો એમને ધર્મ માનીને વાત કરો ! સામાયિક કરનારા અને કપડાં ખંખેરનારા અહીં પણ હોય અને ત્યાં પણ હોય ! આ તો સર્વસાધારણ રીતે કહેવાય છે. આ પ્રશ્નોમાં ધર્મીની કઈ માન્યતા છે ? જો વિપરીત માન્યતા હોય તો તેવા આપોઆપ અધર્મી સાબિત થાય છે અને સંમત હોય તો ધર્મી પુરવાર થાય છે અને પછી વિરોધ કરી શકે એમ નથી. કેટલીક વખત સીધી કાનપટી ન પકડાવતાં હાથને માથેથી ફેરવીને ડાબી તરફથી પણ - પકડાવવી પડે છે. જેવો આદમી ! સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજન કરનાર, વ્યાખ્યાન સાંભળનારને રૂઢ દૃષ્ટિએ ધર્મી કહેવાય, પણ ધર્મની વ્યાખ્યા કરાય ત્યાં ઘણા ટકા બાતલ કરવા પડે; બાતલ કર્યા વગર પણ આપોઆપ બાતલ થઈ જાય. વ્રત લેનાર દેશવિરતિ કહેવાય પછી બાર વ્રત લે કે યાવત્ એક લે ! પણે જો એને સર્વવિરતિ પ્રત્યે અનુરાગ ન હોય તો એ મિથ્યાષ્ટિ તથા ઘોર અવિરતિ છે. વ્રતધારી દેશવિરતિ ખરો પણ સાથે જ શરત એ છે કે, એ સંયમનો રાગી હોવો જોઈએ.
આ બધું એક જ ઇરાદે કહેવાય છે કે, ધર્મીઓ સાચા શ્રદ્ધાસંપન્ન બને અને શ્રદ્ધાસંપન્ન એટલે સમ્યકત્વરૂપ પીઠમાં પોલાણ કરનારા દોષોથી મુક્ત રહેવાની કાળજીવાળા. એ દોષો પૈકીના ત્રણ દોષોની વિચારણા આપણે કરી અને બાકીના બે દોષો માટે વળી હવે પછી.