________________
૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
658 જિંદગીપર્યંતના સામાયિકની ભાવના હોય કે નહિ ? માવજીવની સામાયિકમાં બે ઘડીનું સામાયિક કરનાર કલ્યાણ માને કે નહિ ? માવજીવ સામાયિકના સમાચારથી એને આનંદ થાય કે નહિ ?
સભાઃ એ ફરિયાદ બનાવટી છે.
બધી ફરિયાદ બનાવટી છે, પણ ઊભી કરાયેલી ફરિયાદના પણ રદિયા તો આપવા જ જોઈએ. સત્ય પ્રચારની તક કેમ જવા દેવાય ? પ્રસંગ પામીને એક પણ વાત જતી ન કરાય. વ્યવહારમાં કહે છે કે અવસર ન સાચવે તે મૂખ. તો હું અવસર કેમ જવા દઉં ? મારે તો બની શકે તે દરેક રીતથી માનવજીવનની સુંદરતા સમજાવવી છે ને ! એટલે હું એવી ફરિયાદો શા માટે . જતી કરું ? પોતાના બાળકને મા-બાપ સંયમ આપવા જાય, ત્યાં બીજા ભાડૂતી મા-બાપ ક્યાંથી નીકળે છે ?
પોતાના સ્વાર્થ માટે પોતાના બાળકને ગમે તેમ હોમી દેનારા પરમા- . ર્થીઓ (?) પારકા બાળકની આવી હિતચિંતા કરે ?'
શું તેઓ જિંદગીપર્યતની સામાયિકથી ધર્મને આઘાત થતો માને ? સંયમ અને નહિ લેવા લાયક એમ તેઓ માને છે ? સંયમ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આજ્ઞાનુસાર છે એમાં શું એમને શંકા છે?
એમને સંયમના ફળમાં શંકા છે ? છોડીને નીકળે છે ત્યાં એમને દુઃખની માન્યતા છે ?
છતી સાહ્યબીએ રંગ-રાગ ભોગવ્યા વિના નીકળ્યો એનું શું થાય, એવી એમની ભાવના છે ?
વર્તમાન સમયમાં સાહ્યબી ન ભોગવવામાં કે સાધુ થવામાં પાપ માને છે ? ભોગને ભોગવ્યા વિના નાની વયમાં સંયમની ભાવનાને એ પાપોદય માને છે ?
જે મા-બાપ પોતાનાં સંતાનને પાપસ્થાનકોનું શિક્ષણ આપે છે, એવું શિક્ષણ આપતી શાળામાં મોકલે છે, એવા શિક્ષણમાં પાવરધા બનાવે છે, એવાં મા-બાપ કરતાં પોતાનાં સંતાનને સંયમમાર્ગે મોકલનારાં મા-બાપ પોતાનાં સંતાનોનું કે પોતાનું ભૂરું કરે છે એવી એ ધર્મીઓની માન્યતા છે?
દુનિયામાં રહેવામાં માનવજીવનની સફળતા છે અને સાધુજીવનમાં એ જે જીવનની નિષ્ફળતા છે એમ તેઓ માને છે ?
નાના બાળકને પાપ શીખવવું વાજબી અને ધર્મક્રિયા શીખવવી ભૂંડી એમ તેઓ માને છે ?