________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ધર્મ કરવો હોય તેણે ભોગ તો આપવો જ પડશે ઃ
ધર્મ ખાતર ભોગ તો આપવો જ પડશે. તમને લાગે કે અધર્મીઓ ફાવે છે, ધર્મીઓ પાછા પડે છે. તો બસો-ચારસો યુવાનો તૈયાર થાઓ ! સો-બસો ઓધા લો ! અને ઠે૨ ઠે૨ ‘સંસાર ખોટો’ કહ્યા કરો, તો ધારી અસર થાય. સાચી વાતને પણ ‘ખોટી છે-ખોટી છે’ એમ કહ્યા કરનારા અનેકને મૂંઝવી નાંખે છે, તો આ
તો સાચી છે તેને જ સાચી કહેવાની છે.
૨૪૮
818
બ્રાહ્મણ ખભા પર બકરીનું બચ્ચું લઈને ચાલ્યો જતો હતો. ધૂતારા સામે મળ્યા. બચ્ચું પડાવી લેવા યુક્તિ કરી. બ્રાહ્મણ એમ તો ન આપે. પેલા થોડા અંતરે ગોઠવાઈ ગયા. પછી પહેલાં એક સામો મળ્યો અને બ્રાહ્મણને પૂછ્યું કે ભટજી ! આ કૂતરું ક્યાંથી લાવ્યા ? બ્રાહ્મણ કહે કૂતરું નથી, બકરું છે. આગળ ચાલ્યો ત્યાં બીજો મળ્યો. એણે પણ એમ જ પૂછ્યું અને કહ્યું કે બ્રાહ્મણ થઈને ખભે કૂતરું રાખ્યું તો રખાય ? બ્રાહ્મણ કહે અરે ભાઈ ! આ તો બકરું છે, કૂતરું ક્યાં છે ? પછી આગળ જતાં ત્રીજો મળ્યો અને મોટેથી બોલ્યોં કે ‘અરે રે ! શું કાળ આવ્યો છે ? બ્રાહ્મણ જેવા બ્રાહ્મણ પણ ખભે કૂતરું રાખતા થઈ ગયા.' હવે, પેલો શંકામાં પડી ગયો. બકરું જોઈ ખાતરી કરી આગળ ચાલ્યો. ત્યાં ચોથો ધૂતારો મળ્યો કહે ‘મહારાજ ! તમારા જેવાને આ છાજે છે ? કૂતરાને અડાય ? નહાવું નહીં પડે ?’ બ્રાહ્મણને થઈ ગયું કે બધા આમ કહે છે તો નક્કી આ કૂતરું જ છે, બકરું નથી. એટલે એ બકરીના બચ્ચાને નીચે મૂકી ચાલતો થયો. આ રીતે ખોટી વાત વારંવા૨ કરીને પણ બકરું છોડાવી દીધું. આપણે તો સાચી વાત કરી છોડવા લાયક છોડાવવું છે. માટે તમે પણ આ રીતે સંસારની પાછળ પડી જાઓ તો સંસાર છોડાવવામાં વાર ન લાગે. પણ તમે પ્રચાર કરવા લાગો ત્યારે ને ? સંસાર ખોટો. કુટુંબ, પરિવાર, સગાંવહાલાંના સંબંધ ખોટા, બંગલા બગીચા ખોટા, ધનવૈભવ મોજશોખ ખોટા-આવી વાતોના ધ્વનિ વાતાવરણમાં ગાજ્યા કરે તો ઉદય જલદી થાય. બાકી એ બધામાં મચ્યા રહેવાથી ઉદય નહીં થાય. ધનવાન પૈસા ન ખર્ચે, બળવાન બળ ન ખર્ચે, બુદ્ધિમાન બુદ્ધિ ન ખર્ચે તો ઉદય ક્યાંથી થાય ? એ તો
‘ન ભૂતો ન ભવિષ્યતિ' ।
પૂર્વાચાર્યોએ લોહીનાં પાણી કરી આગમોને સાચવ્યાં હતાં. પૂર્વના શ્રાવકોએ લક્ષ્મીના ધોધ વહેવડાવી જૈનશાસનને જયવંતુ રાખ્યું હતું. ભગવાનની પ્રતિષ્ઠા નિર્વિઘ્નપણે થાય ત્યારે તેના આનંદમાં શ્રાવકો શિખર પર ચડી સૌનૈયા વરસાવતા. આ ઉદારતા હતી. શાસનના પ્રભાવક એ કહેવાય.