________________
819
– ૧૮ ? જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે ? - 58 –
૨૪૯
આજની સ્થિતિ કેવી છે ? લગ્ન પ્રસંગ હોય તો કહે કે-“પાડોશીએ પાંચ હજાર ખર્મા તો મારે સાત હજાર ખરચવા.” અને ટીપની વાત આવે ત્યાં પૂછે કેઆગળ બેઠેલાએ શું લખાવ્યું ?' આવા કૃપણોથી શાસનપ્રભાવના ન થાય.
સભા: “સાહેબ ! પાટ ઉપરથી જ વિરુદ્ધ અવાજ સંભળાય છે. એનું શું ?'
કોણ વિરુદ્ધ અવાજ કાઢે છે ? “સંસાર સારો' એવું કયો સાધુ કહે છે ? ત્યાગને ખોટો કયો સાધુ કહે છે ? નામ આપો તો ખબર પડે. ઉતાવળથી હું નામ આપે એવી અહીં કોઈએ આશા રાખવી જ નહિ. અને એવી ઇચ્છાથી અહીં કોઈ પ્રશ્ન પૂછવો જ નહિ. આવડા મોટા સમાજમાં કોઈ જુદા વિચારવાળા પણ હોય. એક ઘરમાં પણ પાંચ મત હોય છે પણ તેથી કાંઈ મૂળવસ્તુને બાધ આવતો નથી. વાતો કરે ઉદય નહીં થાય. લેવાય તો આખી દીક્ષા લો ! ન લેવાય અને શક્તિ ન હોય તો અરધી લો ! પણ ખાલી વાતો ન કરો.
સભા: “શક્તિનો અતિરેક થાય ?
એવું કોઈ કહેતું નથી. વૈદ્ય પર વિશ્વાસ રાખો. વૈદ્ય માત્રા એકદમ ન આપે. પાસે બેસાડે, પૂછે, તેલનું ટીપું પણ ન લેવાય એવી શરત માગે, એ મળે ને ખાતરી થાય ત્યારે માત્રા આપે. પણ તમને વૈદ્ય પર જેવો વિશ્વાસ એવો અમારા પર ખરો ? વૈદ્યના હાથમાં આખો હાથ આપનારા અને આંગળી પણ ન આપે. જાણે કે રખે ઓઘો વળગાડશે. પણ અમને અમારી જોખમદારીનું ભાન છે. ઓઘો આપી દેવા માત્રથી શું ? પછી સાચવવાની જવાબદારી નથી ? બહાર તો લડાઈ ઊભી છે. દી' ઊગ્યે નવા ફતવા બહાર પડે છે, ત્યાં વળી ઘરમાં લડાઈ વધારું ?
શાસનના ઉદયની તીવ્ર અભિલાષાવાળા જેને તત્ત્વશ્રદ્ધા થઈ તેની પાસે એ પ્રમાણે જોઈએ કે એ-.
ભવોથી ન રમતે . - સંસારસાગરમાં એ રમે નહિ. હવે રૂઢતા માટે વિશેષ જે કહે છે તે વિચારીએ.