________________
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા સુદ-૧૩, મંગળવાર, તા. ૧૧-૨-૧૯૩૦.
59
• ગુણાનુરાગના નામે ચાલતો અનર્થ : • બહુમતીની બહુમતી માન્ય રખાય : - અંગત વિચારો અંગત ૨ખાય, જાહેરમાં ન મુકાય :
આજના શિક્ષણનું પરિણામ : • શ્રી જૈનશાસનમાં સ્વાતંત્ર્ય કયા પ્રકારનું ? • ગુણનું પૂજારી જૈનશાસન : • શ્રાવકની સાંસારિક ચિંતા સાધુ કરે ? - સાધુઓના દોષ ગાનારાઓની આ પ્રામાણિકતા કેવી ? • મિથ્યામતિની પ્રશંસાના યોગે શ્રી જૈન શાસનનું સર્વસ્વ લુંટાયું છે : • સ્વતંત્રતા-પરતંત્રતાનો ભેદ વિચારો !
ગુણાનુરાગના નામે ચાલતો અનર્થઃ .
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમય પીઠનું વર્ણન કરતાં કહે છે કે એ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, મિથ્યામતિની પ્રશંસા તથા એનો પરિચય એ પાંચ દોષો જાય ત્યારે એમાં દઢતા આવે. પછી એને રૂઢ બનાવવા માટે સમયે સમયે વિશુદ્ધ બનતી પ્રશસ્ત વિચારોની ઉત્કટ પરિણામની ધારા જોઈએ.
શ્રી સંઘના વિચારો કેવો હોય ? શ્રી સંઘનું ધ્યેય કર્યું હોય ? રૂઢતાની વાત કરવી છે પણ હજી દઢતા ક્યાં આવી છે ? આ બધું વિચારવાનું છે.
આજે તો શંકાદિ પાંચેય દોષોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. વાતવાતમાં શંકા થાય છે, કાંક્ષાનું પણ પૂછવા જેવું નથી, પછી વિચિકિત્સા તો હોય જ, મિથ્થામતિની પ્રશંસાએ તો ઘર ઘાલ્યું છે અને તેનો પરિચય વધી રહ્યો છે. ગુણાનુરાગના નામે ભારે પાપાત્માઓની પણ પ્રશંસા તમારાથી થઈ જાય છે. ગુણાનુરાગના નામે હિંસક વૃત્તિ ધરાવનારાઓને પણ મંચ ઉપર બેસાડવા તમે તૈયાર થઈ જાઓ છો. સમર્થ સંયમનો ધરનાર હોય, આગમનો જ્ઞાતા હોય પણ