________________
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
૨૫૧
જો એ એક અક્ષર, સૂત્ર વિરુદ્ધ બોલે તો એની પણ પ્રશંસા ન થાય. ત્યાં એના સંયમ કે જ્ઞાન ન જોવાય. અભવીમાં સાડા નવ પૂર્વનું જ્ઞાન હોય, ભવીના સંયમને પણ ટક્કર મારે તેવું સંયમ હોય, સંખ્યાબંધ આત્માઓને મુક્તિએ મોકલે એવી એમની દેશના હોય છે પણ એ જો અભવ્ય તરીકે જણાઈ જાય તો આ શાસનમાં એનો બહિષ્કાર કરવાનું ફરમાવ્યું છે. ઘેલા ગુણાનુરાગને અહીં સ્થાન નથી. ગુણાનુરાગના નામે પાપપોષક આત્માઓની પ્રશંસા એ સમ્યક્ત્વમાં મહાન દોષ છે. એમાંથી બચવાની બારી નથી.
821
શંકા તથા કાંક્ષા કરનાર તો પોતે મરે, વિચિકિત્સા કરનાર પોતે કરેલું હારે પણ મિથ્યામતિની પ્રશંસા કરનાર તો પોતે ડૂબે અને બીજા પણ અનેકને ડુબાડે. એ તો આખી નાવને કાણી કરવાનો ધંધો કરે છે. હજારોની સાથે નાવમાં બેસીને એ નાવોને કાણી કરવી, પોતે ડૂબવું અને બીજા અનેકને ડુબાડવા એના જેવું ભયંકર પાપ બીજું કયું છે ? અજ્ઞાનતાથી થાય તેની વાત જુદી છે પણ જેઓ સમજપૂર્વક આવું પાપ કરે છે તેઓ કોઈ પણ રીતે દયાપાત્ર નથી. તેઓ ઇરાદાપૂર્વક આ બધું કરે છે. શાસ્ત્રકારોએ આવાઓને ૨ાસભવૃત્તિના કહ્યા છે.
સભા : 'રાસભ દયાપાત્ર નહિ ?'
આપણે વૃત્તિએ એમને રાસભ જેવા કહ્યા છે. આકારે તો એ પણ માણસ છે ને ? માણસોની સભામાં એ આવે છે, બેસે છે અને આગેવાનીભર્યો ભાગ લે છે. વક્તા અને લેખક હોવાનો દાવો ધરાવે છે. સમકિતી હોય તે આ બધી વાતનો વિવેક કર્યા વિના રહે નહિ.
આપણે સમજાવી ગયા કે સમ્યગ્દષ્ટિને ગુણાનુરાગ તો હોય કારણ કે એના વિના પ્રમોદભાવના જ ન ટકે. પણ એ ભાવના સાચવવી અને સાથે મિથ્યામતિની પ્રશંસારૂપ ચોથું દૂષણ ન લાગવા દેવું, એ બંને વાતનો ખ્યાલ રાખવાનો છે: જો ગુણાનુરાગ જાય તો પ્રમોદભાવના ખંડિત થાય અને એના નામે મિથ્યામતિની પ્રશંસા થાય તો સમ્યક્ત્વ દૂષિત થાય. ગુણાનુરાગ અખંડિત રાખવો અને વાણી પર અંકુશ રખાય તો જ સમ્યક્ત્વ સચવાય. ગુણને જોયા પછી આનંદ ન આવે તો પ્રમોદભાવ ઘવાય અને બોલવામાં ભૂલ થાય તો
સમ્યક્ત્વ ઘવાય.
અન્યમાં ગુણ ન જ હોય અથવા અન્યના ગુણ જોઈ ખુશ ન થવું એવું આપણે કહેવા નથી માગતા. ગુણ જોઈને જરૂર ખુશ થવું પણ ઘેલા ન બનવું. ગ્રાહક એને સામાન્ય સભ્યતાનો ગુણ માને ત્યાં સુધી ઠીક પણ જો એ એમાં