________________
૨૫૨
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ લપટાય અને માની બેસે-“આ તો બહુ સારો માણસ, અહીં ભાવતાલ કરાય જ નહિ.” તો ગ્રાહક કદાચ લુંટાઈ પણ જાય. સભ્યતાને નામે આજે લુંટાઈ જતાં વાર લાગે એવું નથી. માટે સાવધ રહેવાની બહુ જરૂર છે. શાંતિ, સભ્યતા, ક્ષમાશીલતા આદિ ગુણો જોઈ ખુશ થવાય પણ વખાણવા જેવા હોય તો જ વખાણવા નહિ તો મૌન રાખવું. " કુમત ફેલાવનારમાં શાંતિ એ કુદરતી ગુણ છે. ભિખારીને ચાર ગાળ દો તોયે એ મોટું નહિ બગાડે પણ ઉપરથી “અન્નદાતા” કહેશે. એ ગુસ્સો નહિ લાવે પણ નહિ આવતાં હોય તોયે આંખમાં આંસુ લાવશે. એ સમજે છે કે અહીં ક્ષમા ન રખાય તો રોટલો જાય. આ ક્ષમાનાં વખાણ થાય ? આ ક્ષમાં જોઈને એમ જરૂર થાય કે આવી ક્ષમા આપણને મોક્ષની સાધનામાં જરૂર હોવી જોઈએ. ભિખારીને રોટલીના ટુકડા માટે જેટલી ઇચ્છા અને પ્રવૃત્તિ છે તેટલી આપણને મોક્ષ માટે નથી, ધર્મ માટે નથી. જેટલો પ્રેમ, ગરજ અને આતુરતા ભિખારીને રોટલીના ટુકડા માટે છે એના સોમાભાગે પણ જો આપણને ધર્મ માટે હોય તોયે ધાર્યું કામ થઈ જાય. પછી આજના જેવી આપૂણી હાલત ન રહે. આ રીતે ભિખારીની ક્ષમા માટે મનમાં જરૂર વિચારાય પણ એની પ્રશંસા ન કરાય. એ તો કપણને પણ દાનવી કહે, અધર્મીને પણ ધર્મી કહે, એને જે રોટલીનો ટુકડો આપે તેને ધર્માત્મા કહે. કોઈ ભિખારીને કહે કે “આ તો કસાઈ છે' તોયે એ કહે કે-એ ગમે તેવો છે પણ મને તો ટુકડો આપે છે.ને ? માટે મારો તો એ અન્નદાતા, મારે માટે એ ધર્માત્મા. ભિખારીની આ ક્ષમા અને ઉદારતાનો ગુણ ધર્મસાધના માટે આવી જાય તો સારું, એમ હૈયામાં વિચારાય પણ મોઢેથી એની પ્રશંસા જાહેરમાં ન જ કરાય.
બગલાની શાંતિ માછલાં પકડવા માટે છે. પાપમાં ન ઢળવા માટે એવી શાંતિ આવે તો લાભ થઈ જાય. એ જ રીતે વેપારીની ક્ષમા, ઉદારતા ઇત્યાદિ ગુણો માટે પણ સમજવું. આ બધા ગુણોની હૈયામાં એ રીતે અનુમોદના થાય કે આવા ગુણો, ધર્મબુદ્ધિથી આવી જાય તો કેવું સારું ? પણ એની પ્રશંસા જાહેરમાં કદી ન કરાય.
સમ્યગ્દષ્ટિનું ધ્યેય શું ? તમને હજી ધ્યેયની જ ખબર નથી. સભાઃ “ધ્યેય મોક્ષનું.” તો સંસારને શું કરવો ? સભા: ‘તજવો.” આ વાત ક્યાં છે ? આજે તજવાની વાત માનવામાં પણ વાંધા પડે છે.