________________
૪૮૯
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-
1056
સભાઃ “તો પછી એ પ્રશ્ન રહ્યો જ ક્યાંથી ?
સાધુ કરતાં પોતાને ઊંચા મનાવનારા શ્રાવકો તો એ પ્રશ્ન ઊભો કરે ને ? એથી તો બોલે છે કે-ક્રોધે ક્રોડ પૂર્વતણું સંજમ ફળ જાય.'
સભાઃ “આવું બોલવાથી તો એ લોકો ઉઘાડા પડે છે !”
એ ઉઘાડા પડે એમાં જ લાભ છે. અત્યાર સુધી ઉઘાડા ન પડ્યા અને ન પાડ્યા એની તો આ બધી પંચાત છે. કંઈક ભોળાઓ એથી ભ્રમિત થયા અને સાધુના સમાગમથી વંચિત રહ્યા. ઉઘાડા પડ્યા હોત તો આ દશા ન થાત. આ તો એમને જોનારા મૂંઝાય છે અને કહે છે કે “શું સમતા ?' પણ દંભીઓ સમતા વિના જીવે નહિ. નીતિશાસ્ત્ર કહે છે કે-સર્જનના હૈયામાં અમૃત હોય છે
જ્યારે જીભે ક્વચિત્ ઝેર પણ હોય છે; જ્યારે દુર્જનના હૈયામાં ઝેર હોય છે અને જીભે અમૃત હોય છે. જેટલા કુમતવાદીઓ છે એમને મોઢામાં સાકરથી પણ વધારે મીઠાશ લાવવી પડે છે. ખોટી વાત કરવી અને પૂજાવું એ કાંઈ એમ ને એમ બને ? કાં તો જનતા સત્ય પર ઝૂકે અને કાં તો આડંબર પર ઝૂકે. અજ્ઞાન જનતા તો આડંબર પર જ વધુ ઝૂકે-સત્ય કહેનારને આડંબરની પરવા નથી. અને અસત્ય કહેનારને આડંબર વિના છૂટકો નથી. મધુરતા તો એને જ વરેલી હોય. સમતા અને સાત્તિના ફુવાચ એ જ ઉડાડે-એ વિના એનું ટટ્ટ ચાલે ક્યાંથી ?
કોઈની પેઢી પચાવી પાડનારા ઉસ્તાદ લોકો શું શું કરે ? એ હાથ જોડે, આંખોમાં પાણી લાવે અને સામાને કહે કે-ભલા માણસ ! નિકટનો સંબંધી અને સારો આદમી જાણી બે લાખ આપ્યા, વિશ્વાસ મૂક્યો અને દસ્તાવેજ પણ ન કર્યો એનો હવે આ બદલો ? આવું ખોટું સાંભળી પેલા સાચા વેપારીને કેટલો ગુસ્સો આવે ? તોયે આ નામદાર તો સમતા જ રાખે, જોનાર ગમાર હોય એ તો એમ જ કહે કે-વાહ ! કેવી સમતા ? ત્યારે પેલો ખરો માલિક હોય તે એને કહે કેભાઈ ! તારું કામ નથી. તું તારે માર્ગે ચાલ્યો જા.” પેલો ઉસ્તાદ તો મનમાં સમજે કે-રાતી પાઈ આપણે તો આપી નથી એટલે આપણે તો સમતા જ રાખવાની છે. કાંઈ ને કાંઈ મળશે તો છ-બાર મહિના ટૂંકા થશે. નહિ મળે તો આપણી કાંઈ આબરૂ જવાની નથી. પાંચ-પચાસ જણા કાંઈ વાંકું બોલશે તો એનું જ બોલશે, આપણું કાંઈ બગાડવાનું નથી. આવા ઉસ્તાદ લોકો તો સમતા રાખે જ.
આજે કહે છે કે-“મૂર્તિ માટે ઝઘડા શા ? સ્ત્રી મોક્ષે જાય કે નહિ એ વાતની ખેંચતાણ શી ? આ તો અનેકાંત દૃષ્ટિવાળો સ્યાદ્વાદમાર્ગ, ત્યાં આવી નાહકની