________________
૨૧ : ભવિષ્યનો વિચાર કરો !
61
વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૦, મહા સુદ-૧૫, ગુરુવાર, તા. ૧૩-૨-૧૯૩૦.
ભવિષ્યની દૃષ્ટિએ સંસારની અસારતા : • લૌકિક અને લોકોત્તર :
નિશ્ચય અને વ્યવહાર : * • સમકિતી ધર્મ શા માટે કરે ? • વીસમી સદીમાં અહિંસાનો પુનરુદ્ધાર : - સાધુ, સંસારીના આધારે જીવે ? • સંસારની ભીતિ-ધર્મની પ્રીતિ : • આવા પાડોશમાં ન રહેતા :
આજ્ઞા ક્યાં અને કોની લેવાની :
દયા કોની ખાવાની ? • વાલીપણું કોનું ઝૂંટવવું જોઈએ ? . • સંસારમાં કદી બધા સમાન હોય ? • જે બળ મળે તેનાથી જ સાધના કરી લો • જૈનકુળમાં જન્મેલા નંગો છે. • વૈરાગીને વિમાસણમાં મૂકવાનો મેનીયા :
ભવિષ્યની દષ્ટિએ સંસારની અસારતા ?
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘની સ્તુતિ કરી રહ્યા છે. નગરાદિ રૂપકથી સ્તવ્યા પછી હવે શ્રી સંઘને મેરૂ સાથે સરખાવે છે. શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપી વજરત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતા વિષે કહેતાં શંકાદિ પાંચેય દોષોના પરિત્યાગથી એ પીઠમાં દઢતા આવે એમ ફરમાવી ગયા. હવે રૂઢતા માટે સુવિશુદ્ધ સમ્યગ્દષ્ટિનાં પરિણામ કેવાં હોય તે કહે છે.
સમયે સમયે વિશુદ્ધ બનતી પરિણામની ઉત્કટ ધારાવાળા પ્રશસ્ત અધ્યવસાયો વિના સમ્યક્તમાં દઢતા આવતી નથી. તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલામાં શું જોઈએ, તે માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે