________________
૨૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
- 60 - વૈરાગ્યની ટીકા-ટિપ્પણ ન કરો. શ્રી સંઘને નગરની ઉપમા આપી-એ નગર શું કરે ? વૈરાગ્યને, વિરાગીને, ધર્મીને આશ્રય આપે. ચક્રની ઉપમા આપી-એ ચક્ર શું કરે ? ધર્મીનું રક્ષણ કરે. રથની ઉપમા આપી- એ રથ શું કરે ? આ બધું આપણે વર્ણવી ગયા એ યાદ છે ને ? કોઈ વૈરાગ્ય પામેલો પડે તો ગભરાવું નહિ. બને તો સ્થિર કરવો. જગતમાં જેટલી નિસરણી છે તે ચડવા માટે બની છે. પણ ભાગ્યે જ કોઈ એવી નિસરણી હશે કે જેના પરથી કોઈ પડ્યું ન હોય. છતાં હવે નિસરણી કરવી જ નહિ, કારણ કે લોક પડી જાય છે એવો કાયદો કર્યો ? ના. કારણ પડ્યા ખરા પણ ચડનારા કેટલા ? '
સંસારની આસક્તિ છૂટતી નથી અને મોક્ષ જોઈએ તો સંસારમાં સમ્યક્ત તો જાળવવું જોઈએ ને ? એ સમ્યક્ત્વ જાળવવા માટે શંકાદિ-કોષોનો પરિહાર કરવો પડશે. વૈરાગ્ય મજબૂત બનાવવો પડશે. શંકાદિ દોષોનો પરિહાર કર્યા વિના અને વૈરાગ્યને પુષ્ટ કર્યા વિના સમ્યક્ત જળવાશે નહિ. હવે વૈરાગ્યને મજબૂત કરવા શું કરવું તે હવે પછી... "