________________
૨૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
862 છે કે-એ આત્મા ભવોદધિમાં ન રમે. રહેવું સંસારમાં અને એના રંગે રંગાવું નહિ એ ક્યારે બને ? શુદ્ધ તત્ત્વાનુસારી દૃષ્ટિથી સંસાર જે સ્વરૂપે છે, તે સ્વરૂપે જુએ ત્યારે. જેની આંખમાં કમળો થતો હોય, તે ધોળી વસ્તુને પણ પીળી દેખે. કમળો મટી જાય એટલે વસ્તુ જેવી હોય તેવી દેખે. એ રીતે જેની આંખમાં ગાઢ મિથ્યાત્વનો રોગ હોય, તે સંસારને જેવો છે, તેવો જોઈ શકે નહિ. મિથ્યાત્વ જાય, સમ્યક્ત્વ આવે, તત્ત્વશ્રદ્ધાળુ બને, એ આત્મા શાસ્ત્રાનુસારી ભાવથી બુદ્ધિરૂપી ચક્ષુ દ્વારા સંસારને એ જે સ્વરૂપનો છે, તે સ્વરૂપે જુએ-સમ્યગ્દષ્ટિ સંસારમાં ન રમે તેનો હેતું આ છે. જેઓ સંસારમાં. રમે છે, તેઓ સંસારના સ્વરૂપને જોઈ શક્યા નથી; કેમકે એમની દૃષ્ટિ હજી મિથ્યાત્વથી ભરેલી છે. એ હજી શુદ્ધ બની નથી. એ આત્માઓ શાસ્ત્રદષ્ટિએ સંસારને જોતા નથી પણ પોતાની દૃષ્ટિએ જુએ છે.
શાસ્ત્ર તો કહે છે કે વર્તમાનમાં દેખાતાં સુખનાં સાધનો ઉપાદેય મનાય તો પરિણામે દુ:ખને આપનારાં છે, માટે ચેતો ! પરંતુ મિથ્યાષ્ટિ આત્મા પરિણામ તરફ આંખ મીંચી રાખી વર્તમાનને જ જુએ છે. એ આત્માઓને સાહ્યબી જાય ત્યારે કદી સંસાર અસાર લાગે, પણ જ્યાં સુધી મનગમતું ખાવાપીવા, પહેરવાઓઢવા મળે ત્યાં સુધી એમને સંસારની અસારતા ભાસતી નથી. શાસ્ત્રકારોએ સંસારની અસારતા વર્ણવી છે તે ભવિષ્યના પરિણામને ઉદ્દેશીને. વર્તમાનકાળે બધા જ દુ:ખી હોય એવો કાયદો નથી. મનુષ્યમાં અને દેવમાં કેટલાક સુખી પણ હોય, પણ તે સુખ વર્તમાનનું છે. જ્ઞાનીએ પરિણામના દુ:ખની ચિંતાથી સંસારની દુ:ખમયતા વર્ણવી છે. ભવિષ્યના પરિણામનો વિચાર ન કરે અને વર્તમાનની દૃષ્ટિએ જ વિચારે તેને સંસારની અસારતા લાગે ?
ચક્રવર્તી દીક્ષા લે તે વર્તમાનના દુ:ખની ચિંતાથી ? એ છ ખંડના માલિકનો વર્તમાન કેવો છે ? ચક્રવર્તી એટલે પરમ પુણ્યશાળી. જેના શરીરમાં એક પણ રોગ નહિ, જેનું રાજ્ય સેનાના બળ ઉપર નહિ પણ પોતાના ભુજાબળ ઉપર નિર્ભર હોય, એનું પુણ્ય અને બળ એવું કે દુશ્મન પણ એની આજ્ઞા માનવા તૈયાર, એવા ચક્રવર્તીને વર્તમાનમાં વાંધો શો છે ? એમને વર્તમાન દૃષ્ટિએ સંસારને દુ:ખમય બતાવી વૈરાગ્ય પેદા કરાવાય ? જ્ઞાનીએ સદા માટે સંસારની અસારતા વર્ણવી તે ભાવિ પરિણામની દૃષ્ટિએ. વર્તમાનની વાત કરીએ તો દુનિયામાં એવા પણ છે, કે જે પોતાને ફક્ત એક રોટલો પણ મળે, થોડામાં થોડું પણ મળે, ત્યાં સુધી એ સંસારની અસારતા માનવા તૈયાર નથી. પણ માનો કે એ જીવો એવા સંયોગોમાં કદાચ સંસારને અસાર માંને પણ ઇંદ્રો અને