________________
853
- ૨૧ : ભવિષ્યનો વિચાર કરો!- 61 – ૨૯૩ ચક્રવર્તીઓ શા માટે માને ? જો વર્તમાન દૃષ્ટિએ જ સંસારની અસારતા વિચારવાની હોય તો એ માને ?
ચક્રવર્તીને ચોસઠ હજાર રાણીઓ છે અને તેઓ ચક્રવર્તીનો પડ્યો બોલ ઝીલનારી છે, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ જેના ચરણમાં ઝૂકે છે, જેની આંખનું પોપચું ઊંચું થતાં તમામ મુકુટો ત્યાં નમે છે, એવા ચક્રવર્તીને વર્તમાનમાં દુ:ખ શું ? જો કે આવાય ચક્રવર્તીઓને નિકાચિત પાપનો ઉદય આવે, ત્યારે આ ભવમાંય દુ:ખ આવ્યા વિના રહેતું નથી. શ્રી સનતકમાર ચક્રવર્તીની આખીય કાયા મહારોગથી ઘેરાઈ ગયેલી. બ્રહ્મદત્ત ચક્રવર્તીની બંને આંખો એક પામર મનુષ્ય ફોડી નાંખેલી. આવા અપવાદોને બાદ કરતાં એમ જરૂર કહી શકાય કે મનુષ્યલોકનાં બધાંય સુખો ચક્રવર્તીના ચરણોમાં હોય છે અને આ લોકનાં કોઈ દુ:ખોનો એમને અનુભવ થતો નથી. આવા ચક્રવર્તીઓ વૈરાગ્ય પામીને સંસાર છોડે, દીક્ષા લે, તે વર્તમાનથી કંટાળીને નહિ, પરંતુ આ વર્તમાન સુખોની પ્રાપ્તિ અને ભોગવટામાં બંધાતાં પાપોથી ભવિષ્યમાં દુર્ગતિ ન થાય એ માટે ઇન્દ્રાદિ દેવો પણ સુખી નથી એમ જ્ઞાનીઓ ફરમાવે છે. તે મુખ્યત્વે તેમના વર્તમાનની અપેક્ષાએ નહિ પણ ભવિષ્યની અપેક્ષાએ સમજવાનું છે. દુનિયાના જીવોને સંસાર અસાર નથી લાગતો તે વર્તમાન દૃષ્ટિએ, ભવિષ્ય સામે આંખ માંડે તો સંસાર અસાર લાગ્યા વિના ન રહે. વર્તમાન સુખમાં મૂંઝાઈ ભવિષ્યની દુઃખરૂપ સ્થિતિ ન જોવી એ જ મિથ્યાત્વ.
સભા: ‘દુઃખમય શી રીતે ?'
મોહ નામના પાપના ઉદય વિના સંસારનું સુખ મજેથી ભોગવાતું નથી અને આ જગતમાં જે કાંઈ પાપ થઈ રહ્યાં છે, તે બધાંનું મૂળ સંસારના સુખનો રાગ છે. એ રાંગથી કરેલી પ્રવૃત્તિથી સુખ મળે કે ન મળે પણ પાપ તો બંધાયા વિના ન જ રહે. અને એ પાપનું પરિણામ દુ:ખમાં આવવાનું તેમાં શંકા જ શી ? પણ બિલાડો દૂધમાં દૃષ્ટિ રાખી ત્યાં મોં ઘાલે છે, ત્યારે એને પાછળની ડાંગ દેખાતી નથી. દૂધ જોઈને એ મલકાય છે, પણ એને એ વિચાર નથી આવતો કે જેણે દૂધનો પ્યાલો મૂક્યો હશે, તેની આંખો નહિ હોય ? આ બિલાડાનું દૃષ્ટાંત બધા આપે, પણ પાછા પોતે કેવા તે ન જુએ. દૃષ્ટિ શુદ્ધ બને, સમ્યકત્વ આવે, શાસ્ત્રદૃષ્ટિએ વિચારાય, તો જરૂર સંસાર જેવો છે, તેવો જ દેખાય. માણસ બુદ્ધિહીન નથી. બધું જોવાની શક્તિવાળો છે, પણ એની આંતરચક્ષુનો મિથ્યાત્વરૂપી રોગ જવો જોઈએ. અગર મન્દ થવો જોઈએ. પછી આ બંગલા, બગીચા, સાહ્યબીની પાછળ શું છે, એ એને બરાબર દેખાય. સંસાર