________________
૨૯૪
–
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
864 જેવો છે તેવો જોઈ શકે છે. માટે શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા ભવોદધિમાં ન રમે. જેઓ રમે છે, તેઓ સંસારને જેવો છે, તેવો જોઈ શક્યા નથી. સંસારમાં જેઓ વિષય કષાયમાં રાચતા હોય તેઓ સંસારના સ્વરૂપને સમજ્યા જ નથી. - આજે તો આ જ મોટી વિમાસણ છે. કહે છે કે સમ્યગ્દષ્ટિ થઈએ માટે સંસારમાં અમારાથી મોજ થાય જ નહિ એ કેવું ? શું સમ્યગ્દષ્ટિએ કાંઈ ગુનો કર્યો છે ! એનાથી સંસારમાં રમાય જ નહિ ? શાસ્ત્ર કહે છે કે સમ્યગ્દષ્ટિ તરીકેની ઊંચામાં ઊંચી છાપ એમ ને એમ ન મળે. સમ્યગ્દષ્ટિ તરીકે ઓળખાવું અને સંસારમાં મજા કરવી એ બે વાતનો મેળ કેમ મળે ?
ઘણા કહે છે કે-“આવું તો કોઈ નહોતું કહેતું. આ તો બધું નવું કહે છે.” પણ હું કહું છું, કે-“આમાં કાંઈ નવું નથી. શાસ્ત્રમાં જે છે, તે જ કહું છું. શાસ્ત્રનાં પાનાં મારા હાથમાં છે. કોઈ પૂછે તો કહેજો કે “શાસ્ત્રવાર્તા સમુચ્ચય'માં આ વાત છે અને આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પોતે જ ફરમાવે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા ભવોદધિમાં ન રમે-' આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનો આશ્રય લેનારાથી સંસારનાં વખાણ ન થાય. આજે તો કહે છે કે “અમને સમ્યગ્દષ્ટિ બનાવો અને મરજી મુજબ જીવવા ઘો,' પણ એ ચાલે ?
આજના લોકોની ભાવના જુદી છે. એ કહે છે કે-“પુણ્યયોગે મળ્યું તો ભોગવીએ કેમ નહિ ? મળેલું મૂકીએ અને ફરી ન મળે તો ? સમ્યક્તની કસોટી અહીં જ છે. જે મૂકવાનું કહે છે તેનાથી અનંતગણું સારું ન મળવાનું હોત તો આ મૂકવાનું કહેત જ નહિ, એવા આ ઉપકારી છે. આ કરુણાનિધિ તમને દરિદ્રી કે દુ:ખી બનાવવા નથી ઇચ્છતા. જેવા છો તેનાથી કેટલાય ગુણા સારા અને સાચા સુખી જોવા એ ઇચ્છે છે. શ્રી તીર્થંકરદેવ પર વિશ્વાસ જાગવો જોઈએ. એ પરમાત્મા આપણું બગાડે કે સુધારે ? શંકા કક્ષાદિ દોષ અહીં જ થાય છે. મૂકીએ તો પાછું ક્યારે મળે ! મળે કે નહિ ! એ ચિંતામાં પડેલો વસ્તુ હિતકર કે અહિતકર તેને વિચારી શકતો નથી. લૌકિક અને લોકોત્તર :
જૈનશાસન મહાન છે. એનું તત્ત્વજ્ઞાન ઘણું ગહન અને ઊંડું છે. કોઈ પુણ્યવાનને એ મળે અને કોઈ પુણ્યવાન જ એને સમજીને સાચવી શકે. આ શાસન લોકોત્તર, એના પ્રણેતા લોકોત્તર અને એના સિદ્ધાંતો પણ લોકોત્તર. આ લોકની તુચ્છ વાતોનો મેળ એની સાથે શી રીતે મળે ? લોક માગે છે દુનિયાનું સુખ, જે નાશવંત અને દુઃખનું મૂળ છે. આ શાસન વાત કરે છે