________________
૨૬ : સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ-૬, મંગળવાર, તા. ૧૮-૨-૧૯૩૦.
સંસાર છે ત્યાં દુઃખ છે-મોક્ષમાં સુખ છે ઃ
♦ સંસારનો હેતુ હિંસાદિ છે, મોક્ષનો હેતુ અહિંસાદિ છે : ♦ દૃષ્ટિકોણ બદલો !
• જેનું નામ આપો તેને બરાબર ઓળખો !
♦ જે પાઠ ૨જૂ કરો તેના અર્થને બરાબર સમજો :
શાસનનો-શાસ્ત્રનો રાગ છે, એમ બોલવા માત્રથી ન ચાલે :
♦ સ્વમતિને આગળ કરનારા વિચારે :
♦ પ્રરૂપણાનો અધિકારી કોણ અને તે કઈ રીતે કરે ?
♦ માત્ર મહાવીરનું નામ દેવાથી ન ચાલે, મહાવીરના સિદ્ધાંતો માનવા પડે :
•
બહા૨ના કરતાં ઘરનાનો ભય વધારે :
જે ન જાણીએ ત્યાં મૌન રહેવાય પણ યથેચ્છ ન બોલાય :
શ્વેતાંબર-દિગમ્બર :
♦ સાધુથી શું કરાય, શું ન કરાય ?
♦ માર્ગવિરુદ્ધ પ્રરૂપક મિથ્યાદૃષ્ટિ :
• શ્રાવકને દ્રવ્યપૂજા, સાધુને કેમ નહિ ?
♦ એવાઓથી સાવધ બનો !
સંસાર છે ત્યાં દુઃખ છે–મોક્ષમાં સુખ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી ફરમાવી ગયા કે શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠને દૃઢ બનાવવા જેમ શંકાદિ પાંચેય દોષોનો ત્યાગ કરવો જોઈએ, તેમ તેને રૂઢ બનાવવા માટે પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ, એ પરિણામની ધારાનું નિરૂપણ કરતાં સૂરપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે-તત્ત્વની શ્રદ્ધાથી પવિત્ર બનેલો આત્મા સંસારસાગરમાં ૨મે નહિ; કેમ કે એણે સંસારને યથાસ્થિતરૂપે જોયો છે. એ આત્મા બહિરાત્મદશાથી પાછો ફરી અંતરાત્મદશા પામી સંવેગમાં લીન થઈ સંસારસ્વરૂપને યથાર્થરૂપે જાણતો હોવાના કારણે સમ્યગ્દર્શનની રૂઢતા માટે આ રીતે વિચારે
છે
66
: