________________
૨૬ : સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66
સંવેગના પ્રતાપે એ આત્માને સંસારનું સુખ પણ દુઃખરૂપ લાગે. દુનિયાના પ્રાણીઓ દુ:ખને દુઃખ માને જ્યારે સંવેગી આત્મા દુનિયાના સુખને પણ દુઃખ માને છે. એ આત્માની સુખની ઇચ્છા દુનિયાના પ્રાણી કરતાં ભિન્ન પ્રકારની છે. એ તો એક જ વિચારે કે આ ભવોદધિ ભયંકર છે અને પ્રાણીમાત્રને કેવળ ક્લેશ ક૨ના૨ો થયો છે. જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ અને રોગ, શોક વગેરે એમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. સંસાર એટલે આ બધા ઉપદ્રવોનો સમૂહ ! જ્યાં એ ઉપદ્રવો નથી એ સંસાર નથી. એ તો મોક્ષ છે-સંસા૨માં રહેવું અને આ બધા ઉપદ્રવો ન જોઈએ તો એ કદી બનવાનું નથી.
ન
941
૩૭૧
જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક આદિ જ્યાં ભરેલા હોય તે સંસાર. જેમાં આધિ, વ્યાધિ, ઉપાધિ નથી તે સંસાર નથી. સંસાર હોય અને આધિ, વ્યાધિ, ઉપાધિ ન હોય એ સંભવિત જ નથી. એટલા માટે જ સમ્યગ્દષ્ટિ, સંસારને ભયંકર અને પ્રાણીમાત્રને માટે ક્લેશકર માને. એ આત્મા સુખ માત્ર મોક્ષમાં જ માને-જન્માદિ ઉપદ્રવોનો જ્યાં અભાવ ત્યાં જ સુખ, ભવ્યાત્મા પોતાની સઘળી શક્તિના ઉપયોગથી સંસારથી.મુક્ત થવા પ્રયત્ન કરે. મુક્તિ મળે એટલે પછી એની સઘળી પીડા નાશ પામે.
સંસારનો હેતુ હિંસાદિ છે : મોક્ષનો હેતુ અહિંસાદિ છે
હિંસા; મૃષા, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ વગેરે અઢાર પાપસ્થાનકો જ્યાં છે ત્યાં સંસાર નિયમા છે; અને જ્યાં સંસાર છે ત્યાં દુઃખ નિયમા છે. અહિંસાદિનું સંપૂર્ણ પાલન થાય તો મુક્તિ નિયમા છે; અને મુક્તિમાં સુખ નિયમા છે. જેને સુખ જોઈએ તેણે સંસારથી આઘા ખસવું પડે અને સંસારથી આઘા ખસવા હિંસાદિથી વિરમવું પડે. જેટલી ક્રિયા હિંસાની જનક, પોષક, પ્રે૨ક, વર્ધક તે બધી પ્રવૃત્તિ શ્રી જિનેશ્વરદેવના અનુયાયી માટે અકરણીય છે. હિંસાને વધારનારી બધી વસ્તુ સંસાર વધારનારી છે માટે સુખના અર્થી માટે નકામી છે. દૃષ્ટિકોણ બદલો !
એવી એક પણ ક્રિયા ન જોઈએ કે જેથી સંસાર વધે. હિંસાદિથી સંસાર વધે છે. વર્તમાનમાં કદી હિંસા ન પણ દેખાતી હોય પણ પરિણામે હિંસા થતી હોય તોયે એ વર્જ્ય છે. એટલા માટે તો પૂજા, સામાયિક આદિ ધર્માનુષ્ઠાનો સંસારસુખની લાલસાએ કરવાની ના પાડી કેમકે એ પરિણામે હિંસાના પોષક છે. વર્તમાનમાં હિંસામાં પ્રેરે નહિ, પરિણામે હિંસામાં જોડે નહિ, તેવા જ વિચાર અને પ્રવૃત્તિ કરણીય છે.