________________
૩૭૨
– સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ –
42 દુ:ખ ન જોઈએ તો સંસારથી છૂટો અને એનાથી છૂટવા હિંસાદિથી બચો. ભવની નિર્ગુણતા અને મોક્ષની ગુણમયતા સમજી વિશુદ્ધ બનેલો સમ્યગ્દષ્ટિ આત્મા ‘તર્થ' -મુક્તિને માટે, “યથા' –આગમે કહ્યા પ્રમાણે, “નિત્યં’ - સદા, ચેષ્ટા કરે અર્થાત્ પ્રવૃત્તિ કરે. વિચારો ! સમ્યગ્દષ્ટિ શું કરે? ચેષ્ટાપ્રવૃત્તિ-શા માટે ! મુક્તિને માટે. કઈ રીતે ? આગમે કહેલી રીતે : “તુ યથામતિ' -મરજી પ્રમાણે નહિ. શું સમજીને કરે? સંસારને નિર્ગુણ અને મોક્ષને ગુણમય સમજીને કરે-જેટલા સમ્યગ્દષ્ટિ તેટલાની પ્રવૃત્તિ, મુક્તિ અર્થે જ હોયમોક્ષ અર્થેની એની સઘળી પ્રવૃત્તિ પ્રેમપૂર્વકની જ હોય. એ હજી ત્યાગી નથી બની શક્યો એટલે વગર પ્રેમે પણ એને દુનિયાની ઘણી ક્રિયા કરવી પડે છે, પણ એ લુખ્ખી હોય છે. એની કિંમત નથી. પ્રેમપૂર્વક, હૃદયપૂર્વક, ઉલ્લાસપૂર્વક એ જે ક્રિયા કરે તે તો મુક્તિને માટેની જ હોય. ' જેનું નામ આપો એને બરાબર ઓળખો!
સભાઃ “શ્રેણિક મહારાજા સમકિતી છતાં ભાન ભૂલ્યા હતા ને ?
ના, એ ભાન ભૂલ્યા જ નથી. આજની નોવેલોમાં ગપ્પાં ઘણાં આવે છે. શ્રેણિક મહારાજા અવિરતિધર હતા છતાં તીર્થકર નામકર્મ નિકાચી શક્યા એવું સ્થાપવા માટે આજના અવિરતિવાદીઓ એ દૃષ્ટાંત આગળ કરે છે, અને એ રીતે મનાવવા માગે છે કે “વિરતિધર જ મુક્તિમાં જાય એવો નિયમ નથી; અવિરતિધરો પણ જાય, માટે અમે એ રીતે જઈએ તો વાંધો શો ?' આવા તર્કવાદીઓ પણ પાકવાના. એવું સમજીને જ પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે
શ્રેણિક સરિખા રે અવિરતિ થોડલ... માટે એમનો દાખલો ન લો ! એ લોકો મહાપુરુષોને પોતાને ફાવતી ઢબે બહાર મૂકવા માગે છે. સમ્યગ્દષ્ટિએ આવું સાહિત્ય વાંચવું ઘટે નહિ. વાંચવા લાયક લાગે તો પણ એ વંચાય ત્યારે કે જ્યારે એ ગીતાર્થની દૃષ્ટિમાંથી પસાર થયેલ હોય. તીર્થંકર નામકર્મની નિકાચનામાં અરિહંત પદની એમની ભક્તિ કઈ અને કેટલી ? રોમરોમમાં અરિહંત પદની ભક્તિ ભરી હતી. ભગવાન મહાવીરદેવનું નામ સાંભળતાં જ એમની રોમરાજી વિકસ્વર થતી હતી. એમાં જ એ આત્માનું કલ્યાણ માનતા હતા. સમ્યક્ત એવું અવિચલ હતું કે દેવતા પણ ચલાયમાન ન કરી શકે, તો બીજાની શી તાકાત ? સભા: “એ વિરતિધર ન હતા તો તપ વિના રિહંત પદની આરાધના શી
રીતે કરી ?”