SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ 43 - ૨૭: સંઘ-સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે – 66 - ૩૭૩ - શ્રેણિક મહારાજાએ વગર તપે અરિહંત પદ આરાધ્યું. ઉપવાસ કરનારા જ અરિહંત પદ આરાધી શકે એવો નિયમ નથી. ભગવાનના નામ, સ્થિતિ, પદ અને કરણીની એમને અખૂટ અનુમોદના હતી. અખૂટ રાગ હતો અને ભગવાનની આજ્ઞા માટે એ પ્રાણ આપવા પણ તૈયાર હતા. હૃદય એવું રંગાયેલું હોય તો જ એ થઈ શકે. જેમ ગૃહીલિંગે રહેલા, જિંદગી સુધી અવિરતપણાની પાપપ્રવૃત્તિમાં પડ્યા હોય છતાં અંતે એક અંતર્મુહૂર્તમાં ભાવથી સર્વવિરતિપણું પામી, અપ્રમત્તાવસ્થામાં આવી ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામી મુક્તિપદે જાય છે ને ? એવી રીતે અહીં પણ અરિહંત પદ પ્રત્યેના તીવ્ર પરિણામ થવાથી એમણે ઉત્કટ આરાધના કરીને તીર્થંકર નામકર્મ નિકામું-પણ એ દૃષ્ટાંતથી આરાધનાની કરણી બંધ ન થાય. સભા: “એ ભવમાં જ તીર્થકર નામકર્મ બાંધ્યું ?' બાંધ્યું પૂર્વે પણ હોય પણ નિકાચ્યું એ ભવમાં-માત્ર બાંધ્યું હોય પણ નિકાચના ન કરી હોય તો એ દળિયાં વિખરાઈ પણ જાય. નિકાચના થયા પછી ફેરફાર થાય નહિ. ત્રીજે ભવે એ તીર્થંકર થયા જ સભાઃ “શ્રેણિક રાજાએ નરકનું આયુષ્ય કયારે બાંધ્યું ?' સમ્યક્ત થયા પહેલાં સમ્પર્વની પ્રાપ્તિ નરકનું આયુષ્ય બંધાયા પછી થઈ છે. જે પાઠ રજૂ કરો તેના અર્થને બરાબર સમજો ! સભા: ‘તીર્થકરના પ્રવચન પ્રત્યે રાગ હોય પણ કુગુરુસંગે કે પોતે માનતો હોય તે રીતે અસત્ પદાર્થને પ્રરૂપે તો તેને સમકિતી કહેવામાં વાંધો ખરો ? (અત્રે પ્રગ્નકારે એક ગાથા રજૂ કરી હતી.)” ખોટું કરી રહ્યો હોય એવું ન જાણે ત્યાં સુધી તો ઠીક પણ જાણ્યા પછી, કોઈ ચેતવે છતાં ચાલુ રાખે તો એને સમકિતી કહેવાય નહિ. પોતાની મતિને જ વળગે, ઘણા ઇન્કાર કરે તોયે ન અટકે તો ત્યાં મિથ્યાત્વનો ઉદય માનવો પડે. આ ગાથામાં “દિ શબ્દ છે “નિવ' નથી. પોતે માને-એટલી આમાં વાત છે, નિરૂપણની વાત નથી. વચ્ચેથી એક ગાથા લેવાય અને આગળપાછળના સંબંધ તરફ દૃષ્ટિ ન કરાય તેની આ દશા છે. સમ્યત્ત્વનું નિરૂપણ કરતાં આ ગાથામાં એમ કહે છે કે પોતાના અલ્પ ક્ષયોપશમના કારણે, ગુરુના અનુપયોગથી કે કુગુરુના કુગુરુપણાના કારણે જો કોઈ અસત્ વસ્તુને સત્ માને તો એટલા ઉપરથી સમ્યક્તને બાધ નથી, કેમકે ગુરુની નિશ્રામાં તો છે. પણ કોઈ ચેતાવે તોયે ન ફરે તો મિથ્યાદૃષ્ટિ કહેવાય.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy