________________
15
- ૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૪૫ અને લાગે તો તરત મન બેચેની અનુભવે. સંસાર હતો તેવો જોવાથી એને સંવેગ આવે. અત્યાર સુધી દુ:ખને દુ:ખ માનતો હતો, હવે સુખને દુ:ખ માને છે. બહિરાત્મા પણ દુ:ખને તો દુઃખ માને છે અને સુખ ઇચ્છે છે. અંતરાત્મા બન્યો એટલે ફેર શું પડ્યો ? બહિરાત્મા કરતાં આગળ વધ્યો. એ શું માનવાથી ? સુખને દુ:ખ માનવાથી-જો કે સમ્યગ્દષ્ટિ પણ સુખ તો ઇચ્છે છે પણ તે કયું ? ઓઘદૃષ્ટિએ જગતના પ્રાણીમાત્ર સુખ ઇચ્છે છે તે જુદું અને સમ્યગ્દષ્ટિ ઇચ્છે તે જુદું. જગતના જીવો જેવી જ તમારી ઇચ્છા થાય તો તમે પણ બહિરાત્મા-આ સંવેગની વાત ચાલે છે. સુખને પણ દુ:ખ માને તે સમ્યગ્દષ્ટિ.
સભાઃ “એવો ભાસ થાય ?'
-ચોખ્ખો ભાસ થાય. પુષ્પશપ્યા પણ કંટકશયા જેવી ખૂંચે. ભોગને રોગ માને-મોહના ઝપાટે કદી આત્મા દબાય પણ દૃષ્ટિ તો આ જ હોય. દુનિયાની સઘળી ચીજો એને ત્રાસરૂપ લાગે. દુ:ખને દુઃખ માનવામાં નવાઈ નથી. બે લાખ જવાથી કે છોકરો ગુજરી જવાથી દુઃખ મનાય ત્યાં નવાઈ નથી પણ ધર્મ ઉપર આપત્તિ આવે અને હૈયામાં ઘા પડે તો આ (ધર્મ) પામ્યા કહેવાય. આગ લાગી, પચીસ ઘર બળ્યાં, છવીસમું પોતાનું બળે છે, ત્યારે “પચીસની જેમ મારું પણ” એમ મન વાળ્યું ? ત્યાં તો હું ! મારું ?' એમ થઈ જાય છે. અહીં ધર્મની વાતમાં “જે બધાનું થશે તે આપણું થશે? આવી ભાવના આજે વધતી જાય છે. ધર્મની વાતમાં “એમાં શું ?' એ ભાવના આવે છે તે ખામી નાની-સૂની નથી.
વ્યવહારમાં આબરૂ બચાવવા દેવું કરીને પણ ચૂકવવા તૈયાર થાઓ છો. ઓછું ખાઈને, તકલીફો વેઠીને, લેણદારને હાથે પગે લાગીને પણ આબરૂ સાચવો છો પણે ધર્મ માટે ભોગ આપવાની વાત આવે ત્યાં હજાર વાંધા આવે. કારણ ત્યાં મારાપણું નથી. સંવેગનો પ્રેમ હોય તો એ થાય. સંવેગ પામવાની વાત તો એથી પણ દૂર છે. સંવેગ આવે ત્યારે દુનિયાના સુખને દુ:ખ મનાયતમારે તો બેય કામ કરવાં છે. સંસાર પણ સાચવવો અને ધર્મ પણ કરવો; સંસાર સાચવીને ધર્મ કરવો; વ્યવહારમાં પોઝીશન બરાબર સાચવીને ધર્મ થાય તો કરવો.
ધર્મના કોઈ પણ અંગનું અપમાન એ સમગ્ર ધર્મશાસનનું અપમાન છે :
આજે તો પરિસ્થિતિ એવી ભયંકર છે કે ધર્મીને માટે કોઈ ગમે તેમ બોલે તોયે એમ મનાય કે આ તો અમુકને માટે બોલે છે, મારે શું ? આ એક કમનશીબી નથી ? સમ્યગ્દષ્ટિની આવી માન્યતા હોય ? મિથ્યાત્વના ઉદય વિના આવું બને ? કોઈપણ સાધુનું (સાધુનું હોં!) અપમાન એ આખા શાસનનું