________________
૩૪૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - અપમાન છે. આ માન્યતા વિના ધર્મપ્રાપ્તિ કઠિન છે. પોતાના એક પોલીસના અપમાનમાં સરકાર પોતાનું અપમાન માને છે. હવાલદારના હુકમનો અમલ ન કરે તેને સરકાર પોતાના હુકમનો અનાદર કર્યો હોય તે રીતે સજા કરે છે. માટે જ પચીસ રૂપરડીનો પગારદાર, કરોડપતિનું કાંડું પકડી શકે છે. તરકડાની જાત અને પાંચ રૂપિયાનો માલ પણ કોઈ જેને ધીરે નહિ એવો પટાવાળો, કરોડપતિને પણ ઊભો રાખે એ કઈ હિંમતથી ? એની પાછળ શહેનશાહનું બળ છે. રાજ્ય પણ સમજે છે કે પટાવાળાને ન માને તો રાજસત્તા ઊખડી જતાં વાર ન લાગે. રાજ્યના નોકરોની રક્ષામાં જ રાજ્યનો ટકાવી છે. પોલીસના અપમાનમાં એ પોતાનું અપમાન માને છે. તમે જાતને જ જુઓ છો, બીજું કાંઈ જોતા નથી. એક પગ ભાંગે અને મોટું સારું હોય તોયે લંગડો કહેવાય ને? જેમ શરીરના દરેક અંગોની સંભાળ લેવાય તેમ ધર્મના દરેક અંગની સંભાળ લેવાની કે નહિ ? ધર્મ પ્રત્યે મારાપણું આવે તો ! '
દુ:ખને દુઃખ માનવાથી ધર્મી તરીકે નંબર વધતો નથી. પણ સાહ્યબીને દુઃખ માનો અને મોક્ષની જ અભિલાષા રાખો તો જ ધર્મની કિંમત સમજાઈ છે એમ મનાય. તિજોરીમાં જેને અબજો હોય એ શ્રીમાન નથી પણ એ અબજોને પોતાના ન માનનાર શ્રીમાન છે. જે રૂપિયામાં જ રમે એનો ધર્મ તો સળગી જાય. લાખ જાય તો આંખ ચોળીને રહે એમાં વાંધો ન આવે. સરકાર બે ટકા ઇન્કમટેક્સ વધારે તો “સાહેબ' કહીને આપે ને ?
સભા: ‘ત્યાં તો પ્રત્યક્ષ દંડો છે !'
-એ પ્રત્યક્ષ દંડાને માનો તો પછી આના ઉપર શ્રદ્ધા ન રહી ને ? મિથ્યાત્વનું પહેલું લક્ષણ જ આ છે. આવી નિશ્ચિત વાતોમાં પણ શંકા ? વાત સાચી, પછી પણ-પણ કરો એ કેમ ચાલે ? દુનિયાના સુખને દુ:ખ ન મનાય ત્યાં સુધી ધર્મની આરાધના દુષ્કર છે.
ભર્તુહરિ જેવા મિથ્યાદૃષ્ટિએ પણ આ જ નિચોડ કાઢ્યો છે. સભા: “એવા માર્ગાનુસારીને મિથ્યાદષ્ટિ કહેવાય ?
હા ! માર્ગાનુસારી બે જાતના-સમ્યક્ત પામેલા અને પામ્યા પહેલાંના. સમ્યક્ત પામ્યા પહેલાં જેનું મિથ્યાત્વ મંદ પડ્યું હોય તેનામાં માર્ગાનુસારીપણું આવી શકે છે. આવા માર્ગાનુસારી પણ પહેલા જ ગુણઠાણે હોવાથી મિથ્યાદૃષ્ટિ