________________
શ4.
૩૪૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ કેળવવા માટે જ ને ? પ્રતિક્રમણ કરવું, બધી ક્રિયા ઊભા ઊભા વિધિપૂર્વક કરવી, હાથ જોડવાની કાળજી રાખવી, સ્થાપનાચાર્યથી દૃષ્ટિ ન ખસવા દેવી, એ બધું શા માટે ? સ્થિરતા કેળવવા માટે-આ બધી ક્રિયાઓના યોગે આત્મા એવી સ્થિરતા કેળવે છે કે સમય જતાં એ આત્મા મહિનાઓ સુધી ધારે તેટલો સ્થિર રહી શકે. ઊંચામાં ઊંચી સ્થિરતા તે શુક્લધ્યાન. એ ધ્યાન એક અંતર્મુહૂર્ત માટે આવ્યું કે તરત કેવળજ્ઞાન. માન્યતા છે હૈયાની હોય તો....!
મુનિ આચાર સર્વવિરતિ છે, સમ્યગ્દષ્ટિ વિચારે સર્વવિરતિ છે. ભલે સમકિતીને સર્વવિરતિનો અમલ નથી પણ હૈયામાં તો એ જ છે. પણ તમારે તો આજે એનાયે વાંધા છે ને ? માન્યતાના જ વાંધા હોય ત્યાં શું થાય ? “પૈસા મેળવવા જોઈએ એ માન્યતા છે તો ચોવીસે કલાક કેટલી મહેનત કરો છો? ત્યાં પૈસા વિના ન ચાલે-એ માન્યતા છે. ધર્મ વિના ન ચાલે, એ માન્યતા હૈયાની કે હોઠની ? આજે તો હૈયે હોવું જોઈએ તે હોઠે છે અને હોઠે હોવું જોઈએ તે હૈયે છે. જ્યાં જ હોવું જોઈએ ત્યાં તે નથી પણ તેને બદલે બીજે છે. ધર્મ એ જ શરણ” એમ કહે પણ શરણ મનાય તેના માટે શું ન થાય ? પૈસા માટે શું નથી કરતા ? આત્માની તો કતલ કરી રહ્યા છો. જૂઠથી, અનીતિથી આત્માનો ઘાત થાય છે એ નથી જાણતા ? દુર્ગતિ થાય છે એ નથી જાણતા ? છતાં એ બધું ચાલુ જ છે ને ? કોઈ ઉપદેશ દે તો કહી દો છો ને કે-આ જમાનામાં ન ચાલે ? કહો હવે “ધર્મ એ જ શરણ” એ માન્યતા રહી ? અયોગ્ય વિચારોથી શુદ્ધ માન્યતા ઘસાય છે. શુદ્ધ માન્યતાઓ ઘસાવાથી શુદ્ધ પ્રવૃત્તિ ઘસાય છે અને એ કારણથી દિવસે દિવસે સમાજનો અધ:પાત થાય છે.
જ્ઞાની કહે છે કે-તત્ત્વશ્રદ્ધા જેને થઈ તે સંસારમાં ન રમે. જેને સંસાર ગમે તેનામાં તત્ત્વશ્રદ્ધા નથી. તત્ત્વની શ્રદ્ધાવાળાને સંસાર કેમ ગમે ? શરીરમાં શાંતિ જોઈએ એમ માનો છો માટે જ આંગળીના ખૂણે એક નાની ફોલ્લી થાય એટલે મોં ઉપર એની અસર જણાય; બેચેની થઈ જાય-સાડાત્રણ મણની કાયામાં આંગળીના ટેરવે એક નાની ફોલ્લી થઈ તેમાં આટલા ધમપછાડા કેમ ? જરા ફોલ્લી થાય તેમાં તો બૂમાબૂમ કરે, આખી રાત ઊંઘે નહિ. કોઈ વાત કરે તો એને મૂંગા રહેવાનું કહે. જેની વાત સાંભળ્યા વિના ગમતું ન હતું એ બોલે તો પણ ન ખમાય. કારણ ? મન પેલી ફોલ્લીમાં જ જાય અને બેચેની અનુભવે. એ જ રીતે જેને તત્ત્વની શ્રદ્ધા થઈ તેને સંસાર કોઈ ખૂણેથી પણ સારો ન લાગે