________________
913 – ૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૪૩ દૃષ્ટિએ પોતાને દુઃખી કઈ રીતે સમજે ? ભવિષ્યના ખ્યાલથી જ એ સમજાવી શકાય.
સંસારના સ્વરૂપને યથાસ્થિત જોઈ શકનાર આત્મા પ્રશાન્ત બને છે. એટલે એની લાલસાઓ માત્ર શમે છે. એ બહિરાત્મા મટી અંતરાત્મા બને છે.
બહિરાત્માનું સ્વરૂપ વર્ણવતાં એક મહાત્માએ જણાવ્યું કે- આ જીવ જન્મ ત્યારે માતા સામે જુએ છે, જરા મોટો થાય ત્યારે રમકડા સામે જુએ છે, ઘરડો થાય ત્યારે પુત્ર સામું જુએ છે, પરંતુ એ મૂર્ખ, અંતર્મુખ થઈ આત્મા સામે ક્યારેય જોતો નથી.
સંસારને તથાસ્વરૂપે-જેવો છે તેવો-જુએ તો અંતરાત્મદશા આવે. જેટલા બાહ્યપદાર્થોમાં લેપાયા છે, તે બહિરાત્માઓ છે. એમને પ્રભુશાસનમાં સ્થાન નથી. જેની બાહ્યપદાર્થોમાંથી દૃષ્ટિ ખસે અને આત્મા ઉપર દૃષ્ટિ મંડાય તે અંતરાત્મા. અંતરાત્મા આત્મગુણમાં પોતાપણું સ્થાપે છે કેમકે એનામાં સંવેગ આવ્યો છે. સંવેગ આવે ત્યારે જેને ભીતરમાં ભાવ છે તે આ પ્રમાણે વિચારે. દરેક પ્રકારની ધર્મક્રિયાઓ ધ્યાન પામવા માટે છેઃ
સભાઃ “સમ્યક્ત્વધરને ક્રિયાનો અમલ નહિ ?
એવું કોણે કહ્યું ? ચોથે ગુણઠાણે પાંચમા છઠ્ઠાની ક્રિયા નથી કરી શકતો પણ ત્યાં ચોથાની ક્રિયા તો છે જ. સમ્યગ્દષ્ટિ તદ્દન નિષ્ક્રિય નથી. એની મન, વચન, કાયાની અપૂર્વ ક્રિયા છે. એ સમજાવવા તો પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ગુજરાતી ભાષામાં સક્ઝાયની રચના કરી છે. સમકિતના સડસઠ બોલની એ સાયમાં સડસઠ સ્થાન કહ્યાં ભગવાનને માને, આગમોને માને, એના માટે કશી કાર્યવાહી ન હોય એવું હોય ? પ્રભુપૂજા, જિનવાણીનું શ્રવણ, દેવગુરુની ભક્તિ, આ બધી ક્રિયા એનામાં ન હોય ? આ બધી પ્રવૃત્તિ એ ક્રિયા નથી ? દેશવિરતિ તથા સર્વવિરતિ સ્વીકારવાના વિચારો તેને આવતા જ હોય. શ્રવણ કર્યા બાદ તેની વિચારણા અને ભાવના એ કાંઈ નાનીસૂની ક્રિયા નથી-જો આ ક્રિયામાં રૂઢ થાય તો એ આત્મા, દ્રવ્યથી સર્વવિરતિપણું સ્વીકાર્યા વિના પણ કેવળજ્ઞાન પામી જાય. બાહ્ય પદાર્થોમાં મૂંઝાયા વિના આ ભાવનામાં રૂઢ થનાર આત્મા, અપ્રમત્તપણામાં આવી જાય તો ત્યાં જ કેવળજ્ઞાન પામી આયુષ્ય પૂર્ણ થાય તો તત્કાળ સિદ્ધિપદે પણ પહોંચી જાય, કારણ કે ચિંતન અને તેમાંથી પેદા થતું ધ્યાન એ અંતિમ ક્રિયા છે ને ?
આત્મા આ બધી ક્રિયાઓ કરે છે તે શા માટે ? સ્થિરતા મેળવવા અને