________________
૨૪ : ધર્મ અને સંગ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા વદ-૪, રવિવાર, તા. ૧૯-૨-૧૯૩૦. .
64
• સંસારના સ્વરૂપનું યથાર્થ દર્શન :
દરેક પ્રકારની ધર્મક્રિયાઓ ધ્યાન પામવા માટે : • માન્યતા જો... હૈયાની હોય તો...? • ધર્મના કોઈપણ અંગનું અપમાન એ સમગ્ર ધર્મશાસનનું અપમાન છે : • ધર્મ પ્રત્યે મારાપણું આવે તો ? • પેથડશાહની અનુપમ ઉદારતા : • ધર્મ ઉપર આપત્તિ આવે ત્યારે ? • અહિંસા અને રાજર્ષિ કુમારપાળ :
સંસારના સ્વરૂપનું યથાર્થ દર્શન :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી, શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠની દૃઢતાનું વર્ણન કરી. ગયા બાદ હવે રૂઢતાનું વર્ણન કરે છે. દૃઢતા આવ્યા પછી એમાં જેમ જેમ તન્મય બનાય તેમ રૂઢતા આવે. એ તન્મયતા ન કેળવાય તો દઢતા પણ નાશ પામે.
રૂઢતા માટે કયા વિચારો જરૂરી છે તે માટે સૂરિપુરંદર આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ, શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં જણાવે છે કે- તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલા આત્મા સંસારસાગરમાં રમે નહિ. આંખનો રોગ નાશ પામવાથી જેમ નીરોગી આંખવાળો માણસ વસ્તુને વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકે છે તેમ તત્ત્વશ્રદ્ધાળુ આત્મા સંસારને જેવો છે તેવા સ્વરૂપે જોઈ શકે છે; માટે તે સંસારમાં રમતો નથી-સંસારનું વાસ્તવિક સ્વરૂપ કોણ સમજી શકે ? જે ભવિષ્યનો વિચાર કરે છે. વર્તમાન દૃષ્ટિવાળા એ ન જોઈ શકે. વર્તમાન દૃષ્ટિવાળા તો ખાવું-પીવું, પૈસા મેળવવા, કામભોગની સામગ્રી મેળવવી એમાં જ સુખ માની લે. પણ ધર્મ માટે પ્રયત્ન કોણ કરે ? જે ભવિષ્યનો વિચાર કરે તે. ભગવાન શ્રી જિનેશ્વરદેવો ઇંદ્રો અને ચક્રવર્તીઓ સમક્ષ પણ સંસારને દુઃખમય જણાવે તે વર્તમાન દૃષ્ટિએ નહિ, પણ ભવિષ્યની દૃષ્ટિએ. મેરૂને દંડ બનાવે અને જંબૂઢીપને છત્ર બનાવે એવી શક્તિ ધરાવનારા ઇંદ્રાદિ વર્તમાન