________________
૩૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 954 જિનેશ્વરદેવને માનું છું તો શાસ્ત્ર કહે છે કે એ માનતો જ નથી પણ માનવાનું મનાવવાનો કેવળ ઢોંગ કરે છે. એવાઓથી સાવધ બનો !
સભા: ‘હવે તો ઘઉંમાંથી કાંકરા અલગ કરવા પડે તેમ છે.”
આજની તો વાત જ જુદી છે. ઘઉં પણ સડેલા હોય તો ? વળી કેટલાક એવા પણ છે કે વિણેલા ઘઉંમાં દળતી વખતે પણ પાછળથી કાંકરી નાંખી જાય. કાંકરા નહિ પણ કાંકરી હો ? કે જે વિણાય પણ નહિ. એ ઘઉંને તો પછી ચાળવા અને ઝાપટવા પડે. આજના પાખંડીઓ ભોળાઓ સમક્ષ એક એવી વાત વહેતી મૂકી દે કે પેલા અટવાયા જ કરે. માટે તમને ચેતવું છું કે અધૂરું ન વાંચો ? અધૂરું ન સાંભળો ! સંસારના પિપાસુઓની શાણી લાગતી વાતોમાં આવી જતા નહિ-આજે ભોગના પિપાસુઓ, અર્થ-કામના પ્રેમીઓ સમાજના હિતેષી હોવાનો દાવો કરે છે. સ્ટેજ પર આવી જાતજાતના હાવભાવ દેખાડી આબાદ ખેલ ભજવી જાય-આંખમાં પાણી પણ લાવે અને લોકોને પાણી પાણી કરી નાંખે. આંખમાં ઝળઝળિયાં લાવી બોલે કે- ,
“અહા ! તમારી આવી દુઃખ સ્થિતિ જોઈ મને બહુ દુઃખ થાય છે. આવું કેમ ચાલે ? જે જૈનોના ઘેર ઘેર હાથીઓ ઝૂલતા તે જૈનોની આવી કંગાલ દશા જોઈ મારું હૈયું રડી ઊઠે છે. સંપ્રતિ મહારાજાના વખતમાં જૈનોની જાહોજલાલી કેવી, અને આજની આ દશા કેવી ? માટે હર્વે જાગો ! હવે ધર્મ પાછળ ઘેલા ન થાઓ. ધર્મ ખરો પણ આજનો દેશકાલ જુઓ ! જરા થોભો ! જરા વિચારો ! થોડી દિશા બદલો ! તે સિવાય હવે ઉદ્ધાર નહિ થાય.'
તેમની આવી વાતો સાંભળતાં સાંભળનારાને પણ થઈ જાય કે ઓહો ! આ તો દયાના પયગંબર ઉતારી આવ્યા-નક્કી આપણો ઉદ્ધાર હવે થઈ જવાનો. અર્થ-કામના લોભિયાઓને વશ થતાં વાર કેટલી ? આજના મૂર્ખાઓને ધર્મથી ખસેડવા આટલી વાતો બસ છે.
પછી એ પરગજુઓ આટલેથી નથી અટકતા-એ આગળ વધીને એમ પણ બોલે છે કે-“જુઓ ? ધર્મ તો અમારે પણ જોઈએ છે. પણ ધર્મઘેલા બનવાથી ફાયદો શું ? સમય જુઓ ! દેશકાળ ઓળખો. ખાલી જૂની વાતો પકડી ન રાખો-જે વખતે વિધવાઓની સંખ્યા વધતી હોય, બીજી તરફ વાંઢાઓ પણ વધી રહ્યા હોય તે વખતે એ બેને જોડવામાં પાપની વાત વચ્ચે લાવનારા તો બેવકૂફો છે-આવાઓ તો સમાજનો નાશ નોતરશે. કન્યા મળે નહિ અને