________________
૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ
7:
વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૦, મહા વદ-૧૨, મંગળવાર, તા. ૨૫-૨-૧૯૩૦ ,
• લીન અને દીન ન બનો !
ઈર્ષ્યાના પાપથી બચો !
મા-બાપની સેવા પણ નિ:સ્વાર્થભાવે : • બેકારી ને ગરીબીનું મૂળ : • વહીવટ કરવાનો હક્ક કોને ?
એવા આત્માઓની દયા ખાઓ ! • એના ત્રણેય સુધર્યા, આપણા ત્રણેય બગડ્યા : • ભણેલા બેકારો વધે એના કરતાં અભણ શ્રદ્ધાળુ પાકે તે સારા : • ...તો અમારા મોઢે તાળાં મારવાની છૂટ છે : • શું બીજાના આધારે જ જિવાય ?
લીન અને દીન ન બનો !
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘમેરૂની વજરત્નમય પીઠની દઢતા અને રૂઢતાનું વર્ણન કરી ગયા પછી ગાઢતા તથા અવગાઢતાનું હવે વર્ણન કરે છે.
શંકાદિ પાંચેય દોષોના પરિત્યાગથી દઢતા આવે છે અને દરેક સમયે શુદ્ધ બનતા પ્રશસ્ત અધ્યવસાયના ઉત્કટ પરિણામની ધારામાં ચિરકાળ વર્તવાથી રૂઢતા આવે છે. તત્ત્વની તીવ્ર રુચિથી સમ્યક્ત ગાઢ બને છે અને જીવાદિ પદાર્થોનો સમ્યક પ્રકારે સંપૂર્ણ બોધ થવાથી સમ્યક્ત અવગાઢ થાય છે. આ સમ્યગુ દર્શનરૂપ પીઠ મજબૂત થાય તો જ ઉપરની વસ્તુ સફળ થાય. તે સિવાયના ગુણો નિષ્ફળ છે. નિષ્ફળ છે એટલું જ નહિ પણ ઊલટું નુકસાન પણ કરે છે. સમ્યક્ત વિના ગુણો સફળ થતા નથી. એના વિના નિયાણાના યોગે કે સંસારના પદાર્થોની વાસનાના યોગે સંસાર ઘટવાને બદલે ઊલટો વધે છે. જે ધર્મક્રિયા સંસાર ઘટાડનારી તે જ ક્રિયા સંસાર વધારનારી થાય છે. ધર્મના પ્રતાપે મળે એ વાત જુદી પણ મગાય નહિ.'
શ્રાવક કદી દીન ન બને. પુણ્યયોગે મળે તે ભોગવે એ વાત જુદી પણ એ