________________
1008 -, ૨૯ઃ સાવધ રહેવાની જરૂર – 69 –
૪૩૩ વાતમાં, એના કોઈ શબ્દમાં ત્યાગ નથી એમ કોઈ પુરવાર કરી આપે તો એનું ભણતર ખરું માનું. જૈનશાસનમાં એક ગાથા, એક કડી કે એક વાત પણ ત્યાગના ધ્યેય, આદર્શ કે ભાવના વિનાની છે જ નહિ. દરેક ક્રિયાના, દરેક વાતના મૂળમાં ત્યાગ, વર્તવામાં ત્યાગની છાયા આવે અને એ સંપૂર્ણતાએ પહોંચે તો જ એ મુક્તિ માટે થાય. એમ ન થાય તો એ ક્રિયા મુક્તિ ન આપે. જેના. મૂળમાં ત્યાગની ભાવના ન હોય, વર્તાવમાં યથાશક્તિ ત્યાગની છોળો ન ઊછળે અને પરિણામે ત્યાગની સંપૂર્ણતા ન થાય ત્યાં સુધી મુક્તિ થાય એવું કદી ન માનતા. આવું શ્રી જિનેશ્વરદેવનું કથન છે. જૈનશાસનનો આ નિર્ણય છે. તમને આ નિર્ણય હોય કે ન હોય પણ અમારાથી તો એક દિવસ પણ ત્યાગની વાત વિના વ્યાખ્યાન થાય તેમ નથી. જેને ત્યાગ ખટકે તેને અમારી સાથે મેળ ન મળે. એવી ભૂલ કરે તેના પર દયા રખાય પણ “એમાં સાથે મેળ ન મળે. એવી ભૂલ કરે તેના પર દયા રખાય પણ “એમાં હરકત શી ?' એમ બોલવાનો એને હક નથી. કોઈ સારા આબરૂદાર પૈસાવાળાનો છોકરો ચોરીના આરોપમાં પકડાય તો ન્યાયાધીશ સંયોગો જોઈ રહેમ કરીને કદી છોડી મૂકે, પણ એ શું કહીને ? એ કહે કે “તારા જેવા માટે આ યોગ્ય નથી. મને લાગે છે કે આ તારું કામ નથી. કોઈની શિખવણીની તેં કર્યું છે. પણ હવે ફરી આવું ન થાય તેની કાળજી રાખજે. હાલ તો રહેમ પર છોડું છું. બાકી તેં કામ તો ઘણું ખોટું કર્યું છે;” પણ એમ ન કહે કે-“કાંઈ નહિ હવે, ઠીક છે, એ તો શેઠનો છોકરો છે ને ? એમાં શું થઈ ગયું?' . પ્રભાવના શામાં?
તમે મોટરમાં અહીં આવો છો; ચાલી શકતા નથી. ચાલવાની શક્તિ ગુમાવી દીધી છે માટે મોટરમાં આવો છો, એ તમે જાણો. પણ તમે એમ બોલો કે-મોટરમાં આવવામાં હરકત શી ?' તો મારે કહેવું પડે કે “હરકત તો પૂરેપૂરી છે. એ વખતે બોલ્યા વિના ચાલે ? તદ્દન ન આવો એના કરતાં મોટરમાં આવો એ વાત જુદી પણ એ કરતાંયે પગે આવો તો ઉત્તમ એ જ. શ્રી સિદ્ધિગિરિજીની યાત્રામાં છરી' કહી છે ને ? હવે કેટલાક ગાડી અને ઠેઠ ઉપર સુધી ડોળી વાપરે છે એનું શું ? એ વાપરો તે તમે જાણો પણ વિધિ શી ? ઠીક છે-એમ પણ તમે શુભ પ્રવૃત્તિમાં છો એ વાત જુદી, પણ ઉત્તમ તો પગે ચાલીને જવાનું જ. ગાડી અને ડોળીથી લાભ ઓછો.
તમને એમ તો ન જ કહેવાય કે-“તમે તો શેઠ છો. તમે તો ગાડી વગેરેમાં આવો એમાં જ પ્રભાવના. તમે કેવા ? જમીન પર તો તમે પગ પણ ન મૂકો