________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
આજે સંઘની ચૂંટણીમાં તમે મત કોને આપો ?
‘આગમો કલ્પિત છે' એવું કહેનારાને ? ‘પૂજા, સામાયિક, પ્રતિક્રમણ એ તો બધાં ફુરસદિયાઓનાં કામ છે' એવું બોલનારને ? ‘વ્યાખ્યાનમાં જૂના જમાનાની વાતો સિવાય બીજું શું આવે છે ?’ એવું જણાવનારાઓને ? આવાને ચૂંટાય ? જ્ઞાનીની શરત મુજબ ચૂંટો તો તમારી બહુમતી પણ કબૂલ છે. આ તો ઝાઝાં માથાં ભેગાં થાય અને ગમે તેમાં હાથ ઊંચા કરે, એવાની બહુમતી શા કામની ?
૪૦૨
972
જુન્નુર અધિવેશનમાં એક વિધવાનું પ્રગટેલું બ્રહ્મતેજ :
કોન્ફરન્સના જુન્નેર અધિવેશનમાં એક બાઈએ આ બહુમતવાદીઓની બરાબર ખબર લઈ નાખી. ત્યાં બહુમતી ઊડી ગઈ. વિધવાવિવાહના પ્રશ્ને એક પવિત્ર વિધવા બાઈએ ઊભા થઈને જણાવ્યું કે-‘હું પંદર વર્ષથી વિધવા થઈ છું. પરંતુ વૈધવ્યની મને ખબર પણ નથી. કમનસીબે કોઈ ખરાબ થાય તેના આરોપ તમામ વિધવા પર કરનારા આ યુવકો ખરેખર ભાન ભૂલે છે-' વગેરે વગેરે કહ્યું. તેથી પેલા પરોપકાર કરવા નીકળેલાનાં મોઢાં તો શ્યામ પડી ગયાં. એમની જબાન બંધ થઈ ગઈ.
હું તો કહું છું કે ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ છે. રત્નોના ઢગલા ભલે ગયા પણ તેના કણિયા હજુ રહી ગયા છે. એ કણિયા પણ હજારો પથરાને ઓળખાવે. જુન્નેર કોન્ફરન્સમાં એ અનુભવ પ્રત્યક્ષ થઈ ગયો. હવે એ ભલે પોતાની જીતનાં બ્યૂગલો ફૂંકે, બીજાઓને ઉતારી પાડવા કુટિલતા આદરે, પરંતુ રહી ગયેલાં રત્નોના કણિયાઓએ શાસનનું પાણી બતાવી એમને નિસ્તેજ કરી નાખ્યા-પથ્થરોના ગંજ વચ્ચે રત્નનો પ્રકાશ થયો. વિષયલોલુપીઓને એક પવિત્ર વિધવાએ બે બદામના બનાવી દીધા. એમને હાથ ઊંચા કરાવી ઠરાવ પસાર કરવા હતા; પણ આ વિધવાના બ્રહ્મતેજ પાસે એ ‘કામ’ના ગુલામોની કારીગીરી ન ચાલી.
અરે, આવે સમયે કદી હાથ ઊંચા કરવાનો પ્રસંગ આવે ત્યારે પણ એમને ઊભા રાખીને પુછાય કે-તમારે મા છે ? ‘હા’ કહે તો પુછાય કે બાપ છે ? ‘ના’ કહે તો પુછાય કે એ વિધવા મા અગર વિધવા બહેનનાં લગ્નની પહેલ કરી ? જો કે આવું બોલતાંયે ધર્મીને તો દુ:ખ થાય. પેલાઓએ તો કપડાં કાઢી નાખ્યાં છે. એ લાજ વગ૨નાઓ પોતાના ઘરમાં જઈને આવી વાત કરે તો.એમની માબહેન એમને મારવા ઊઠે. વિધવાવિવાહનાં ભાષણ કરનારાની મા તો કહે છે કે-‘આવાને મેં ક્યાં વેંઢાર્યો ? આવો પથ્થર મારા પેટે ક્યાંથી પાક્યો ?' એમની બહેનો પણ આંખમાં આંસુ સારતી બોલે છે કે-‘આવાની બહેન થવાનું અમારા