________________
૨૬: સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66
૩૮૧
તો પીંખી પીંખીને ઓળખાવવા પડે. ખુલ્લા ચોગાનમાં મંચ પર ઊભા કરી જગતને ચેતવવું જોઈએ કે ‘આમને ઓળખી લેજો. પોતાની મતિ પ્રમાણે ચાલી જગતને ઊંધા માર્ગે ઘસડી જનારા આ નામદારો છે. માટે તેમનાથી બરાબર સાવધ રહેજો !’
951
ભગવાનની દ્રવ્યપૂજા અને ચૂલો સળગાવવાની ક્રિયા એ બેની સરખામણી હોય ? એ લોકો કહે છે ‘સાધુ જેમ શ્રાવકના શ્રાવકપણાની ચિંતા કરે તેમ તેના વેપાર રોજગારની ચિંતા કેમ ન કરે ?'
કોઈ તો વળી એમ પણ કહે છે કે-‘આ સાધુઓ કે જેઓ કેવળ ધર્મની જ વાતો કર્યા કરે છે, તે નકામા છે. જેઓ ધર્મની વાત કરે તેમ સંસારની પણ વાત કરે, જેમ બે ઘડીનું સામાયિક કરવાનું કહે તેમ બાકીની ઘડીઓમાં વેપાર ક૨વાનું પણ શીખવે તે સાધુ કામના-સાધુઓ અને કાંઈક એવું બતાવે કે અમારા વેપાર રોજગાર ચાલે, અમે‘કમાઈને ઘી ચોપડ્યું અનાજ મેળવીએ અને એમને પણ વહોરાવીએ, અમે પણ સારી રીતે જીવીએ અને એ પણ જીવે. એમ બેયનું કામ ચાલે. સાધુઓને જીવવાનું તો અમારા આધારે છે ને ?
અમારાં છોકરાંને નવકાર ભણાવે તો કક્કો બારાખડી કેમ ન ભણાવે ? કલાક નવકા૨ ભણાવે તો બાકીના બે-ચાર કલાક કક્કો બારાખડી ભણાવે. એ પણ વિદ્યા નથી ?'
તેમની આવી વાતો સાંભળી ભોળા લોકો એમાં આવી જાય અને કહી દે કે‘હા ભાઈ ! ખરી વાત છે’ તો શું થાય ? આવી રીતે પોતાની મતિ પ્રમાણે વાતો કરે અને ‘અમને અરિહંતના પ્રવચન ૫૨ રાગ છે એમ બોલે એ બેનો કાંઈ મેળ ખરો ?”
હું વારંવાર ‘પ્રવચન પર રાગ’ એમ કેમ બોલું છું ? એ તમે સમજી શકો છો ને ? મુક્તિ માટે સમ્યજ્ઞાન જરૂ૨ી કે મિથ્યાજ્ઞાન ? સમ્યજ્ઞાન પરલોક માટે ઉપયોગી છે-કેવળ આલોક માટે ઉપયોગી હોય તો તે મિથ્યાજ્ઞાન છે. તમારા છોકરાને સોંપી દો તો એકડો પણ ભણાવું, કક્કો બારાખડી પણ ભણાવું અને નવકાર પણ ભણાવું-પણ જો મને સોંપ્યા પછી વળી પાછો લઈ જવાનો હોય તો એકલો નવકાર જ ભણાવું. કેમ ? કારણ કે એને એકડો ભણાવું તો એ શું કરવાનો ? ચોપડા લખવાનો, વ્યાજ વટાવના હિસાબ ગણવાનો, નફાનુકસાનનાં સરવૈયાં કાઢવાનો. અહીં સમર્પિત થયો હોય તો એના ભણતરનો ઉપયોગ આગમનાં ૨હસ્યો સમજવામાં થવાનો. એ લોકો કહે છે કે-‘સાધુઓ ન્યાય તથા વ્યાકરણ કેમ ભણે છે ?' સાધુઓ ન્યાય-વ્યાકરણ પણ આગમો સમજવા માટે ભણે છે. .