________________
૧૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
- 728 હતા. તેમનું કોઈ વચન ન સમજાય તો તેમાં પોતાની મતિની મંદતા, શેય તત્ત્વની ગહનતા, પોતાના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય, તેવા પ્રકારનાં સમર્થ જ્ઞાનીની ગેરહાજરી અને વસ્તુની સિદ્ધિ માટે દૃષ્ટાંત તથા પ્રમાણનો અભાવ – એવાં બધાં કારણો વિચારી બુદ્ધિમાન આત્મા પોતાના “શંકા” દોષને દૂર રાખી શકે છે.
બીજો દોષ “કાંક્ષા' છે. શ્રી જિનેશ્વરદેવના મતનો ભાવથી સ્વીકાર કર્યા વિના આત્મસ્વરૂપ કદી પ્રગટી શકતું નથી; માટે પરમતની અભિલાષા ન કરવી.
ત્રીજો દોષ “વિચિકિત્સા” છે. ધર્મના ફળમાં સંદેહ થવાથી એ દોષ પેદા થાય છે. સમ્યગ્દષ્ટિ આત્મા એ દોષના સેવનથી દૂર રહે. '
ચોથો દોષ છે “મિચ્યામતિની પ્રશંસા'. એનું વર્ણન કરતાં આપણે જોઈ. ગયા કે સમ્યગ્દષ્ટિએ ગુણાનુરાગ નામના ગુણને સાચવવાનો છે અને તેમ છતાં કોઈની પણ પ્રશંસા કરતાં સાવચેત રહેવાનું છે. ગુણાનુરાગ જાય તો પ્રમોદભાવ નષ્ટ થાય એટલે કે સમ્યકત્વની જડનો જ નાશ થાય અને ગુણાનુરાગના નામે જેના તેના ગુણો ગવાય તો સમ્યકત્વમાં દૂષણ લાગે. ગુણાનુરાગ જરૂર સાચવવો, પણ પ્રશંસા કરતાં પહેલાં બરાબર વિચારવું. ગુણાનુરાગ ભૂલીએ તો મૂળમાં બગાડો થાય અને પ્રશંસા કરતાં સાવચેતી ન રહે તો વૃક્ષના મૂળમાં સડો પેસે. સમ્યગ્દષ્ટિ આત્મા ગુણનો રાગી જરૂર હોય, કોઈના પણ ગુણને જોઈને એને આનંદ થયા વિના ન રહે, પણ વ્યક્તિની પ્રશંસા કરવાના પ્રસંગે એ પરીક્ષા કર્યા વિના ન રહે. એ કદી મિથ્યામતિની પ્રશંસા જાહેરમાં ન કરે. '
પાંચમો દોષ છે “મિથ્યામતિનો પરિચય.” સમ્યગ્દષ્ટિ આત્મા મિથ્યામતિના પરિચયથી હંમેશાં પ્રયત્નપૂર્વક દૂર રહે.
આ પાંચેય દોષો જાય તો પીઠ દઢ બને.
મેરૂની પીઠ પોલી નથી તેમ શ્રી સંઘની પીઠ પોલી ન જોઈએ. પોલાણ જાય એટલે દઢતા આવે. મેરૂની પીઠ જેમ દઢ છે તેમ રૂઢ છે. દઢ છે એટલે મજબૂત છે, તેમ રૂઢ છે એટલે ચિરકાળથી મજબૂત છે, એનો પાયો જામેલો છે, એ નવો જમાવવાનો નથી. શ્રી સંઘરૂપ મેરૂ શૈલની સમ્યગ્દર્શનરૂપી પીઠમાં દઢતા આવ્યા બાદ રૂઢતા ક્યારે આવે તે જણાવતાં શ્રી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે –
रूढ प्रतिसमयं विशुद्धयमानतया प्रशस्ताध्यवसायेषु चिरकालं वर्तनात् ।