________________
૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ
52
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, મહા સુદ-૭, મંગળવાર, તા. ૪-૨-૧૯૩૦
• શ્રી જન સંઘનું કર્તવ્ય : • શ્રી સંઘની વિચારશ્રેણી કઈ હોય ? • - તો તમે અમે કોણ? • એ સંઘ નહિ, ટોળાં છે ? • બગડેલા જૈનોએ પરદેશીઓને પણ બગાડ્યા :
વર્તમાનમાં આધાર શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનાગમ : . સમ્યગ્દષ્ટિની પરિણામધારા :
શ્રી જિનમૂર્તિ માટે જૈનની ભાવના : " • તો... સમજજો કે, અધ:પાત નિર્માઈ ચૂક્યો છે : • જૈન સમુદાય આ સાંભળી શકે ? • સાધુઓ શહેરમાં કેમ આવે છે ? - સાધુને ખાનગી ટપાલ હોય ? " • આપણી ફરજ :
શ્રી જૈનસંઘનું કર્તવ્યઃ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી સંઘની મેરૂ પર્વત સાથે તુલના કરતાં ફરમાવે છે કે – જેમ મેરૂની પીઠ વજમયી છે, તે જેમ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠ પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. પર્વતની પીઠમાં પોલાણ ન હોય, એમાં પાણી ન પેસે, તો એ દઢ બને, તેમ સમ્યગ્દર્શનરૂપ પીઠમાં પણ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યા મતિપ્રશંસા અને મિથ્યામતિ પરિચય - એ દોષોરૂપી પોલાણ ન જોઈએ. એ પોલાણ ન હોય એટલે કુમતવાસનારૂપી જળ એમાં ન પેસે. આ પાંચ દોષો જાય ત્યારે સમ્યગ્દર્શનરૂપી પીઠમાં દઢતા આવે - એ પાંચેય દોષોને આપણે ફરીથી વિચારી જઈએ.
પહેલો દોષ “શંકા” છે, શ્રી જિનેશ્વરદેવના મનમાં શંકા ન હોવી જોઈએ; કારણ કે રાગ-દ્વેષ તથા મોહથી એ સર્વથા મુક્ત હતા. તેથી તેઓ યથાર્થભાષી