________________
૧૫૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
_726 ભલે લે ! એવું કહેનારો વર્ગ આજે પાક્યો છે. જો કે પછી પણ એ વાંધા ઊભા કર્યા વિના રહે એવા નથી. એવાઓને તો ઓળખી લેવા જેવા છે. ઘરડા દીક્ષા લે તો એ કહે કે, બૂઢા બેલ જેવા દીક્ષા લઈને ઉકાળશે શું ? પ્રૌઢ દીક્ષા લે તો કહે કે, ચાર છોકરાનો બાપ, ઘર ચલાવવાની ત્રેવડ નથી એટલે જવાબદારી ફગાવીને ભાગ્યો, પરણ્યા પછી જાય તેને કહે કે, બાયડી મૂકીને ભાગ્યો તો પરણ્યો તો શું કામ ? બાયડીને વિધવા બનાવવી છે ? પરણ્યા વગરનો નીકળે તો કહે કે એણે ભોગવ્યું શું ? નાનો લે તો અજ્ઞાન સમજે શું ? આમ દરેક વાતે વાંધા કાઢે તેની ભાવના કેવી, એ વિચારો. એમનો અંતગર્ત હેતુ વિચારીએ તો સમજાય કે એમને ધર્મ જ જોઈતો નથી. હવે આ ભાવનામાં સમ્યકત્વ ટકે કે જૈનતત્ત્વનો નાશ થાય ?
માટે પઢમં નાdi તો રથ નું રહસ્ય સમજો. દરેકની કક્ષા વિચારી એનો અર્થ બેસાડો. બાળકને “આ પાપ' એ જ જ્ઞાન. એકલવિહારી જિનકલ્પીને સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન અને સામાન્ય સાધુને “સંસાર અસાર માટે ગુરુ એ જ શરણ” એટલું જ્ઞાન. આમ દરેકના જ્ઞાનમાં તરતમતા હોય.
આર્દ્રકુમાર સાથે પાંચસો જણાએ દીક્ષા લીધી, એમને કહ્યું જ્ઞાન હતું ? એક નવકારમંત્રનું. અનાર્યદેશના હતા. આર્યદેશમાં આવી ચોરી લૂંટફાટનો ધંધો કરતા-માંસાહારી, મદિરાપાની અને હિંસક હતા; છતાં દીક્ષા લીધી. આદ્રકુમાર ઉપર ભક્તિવાળા હતા. “આપ જાઓ તો અમારું શું થાય ?' એવો પ્રશ્ન કર્યો. આદ્રકુમાર કહે, ‘તમે પણ આવો. અહીં બહુ મજા છે.” આટલું સાંભળી દીક્ષા લીધી. કયું જ્ઞાન ? આદ્રકુમાર પ્રત્યેનો સમર્પિતભાવ, એ કહે એમ કરવું એ જ જ્ઞાન. આ બધી વાતો બરાબર વિચારો.
આ રીતે સમ્યક્ત્વના પાંચે દોષો જાય તો સમ્યક્ત્વ દૃઢ થાય અને એની પીઠમાં પોલાણ ન પડે.