________________
729 – ૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 – ૧૫૯
અર્થ : જે સમ્યગ્દષ્ટિ આત્મા પ્રતિસમય ઉત્તરોત્તર વિશુદ્ધભાવે લાંબા કાળ સુધી પ્રશસ્તકોટિના અધ્યવસાયમાં રહે છે, તેના સમ્યગ્દર્શનને રૂઢ સમ્યગ્દર્શન કહેવાય છે.
- દઢતામાં જેમ પોલાણનો અભાવ સૂચવ્યો તેમ રૂઢતામાં સૂચવે છે કે – સમ્યગ્દષ્ટિ આત્મા પ્રત્યેક સમેય ઉત્તરોત્તર વિશુદ્ધ થતા ઉત્તમ અધ્યવસાયમાં ઘણા કાળ સુધી રહે, અર્થાત્ એ અધ્યવસાયને ઘણા કાળ સુધી ટકાવે. શ્રી સંઘની વિચારશ્રેણી કઈ હોય ?
અધ્યવસાય એટલે પરિણામની ધારા. એ કેવી હોવી જોઈએ ? દિવસે દિવસે નહિ, કલાકે કલાકે નહિ પણ સમયે સમયે, એટલે કે જ્ઞાનીની દૃષ્ટિએ સૂક્ષ્મમાં સૂક્ષ્યકાળ છે તે સમયે પણ અધ્યવસાયશુદ્ધિમાં જ સમ્યગ્દષ્ટિ રહે તો પીઠ રૂઢ થાય. સંઘમાં જેમ સાધુ-સાધ્વી છે, તેમ શ્રાવક-શ્રાવિકા પણ છે. ચારેયમાં પરિણામની ધારા કઈ હોય તો સંઘ ગણાય – એ વાત બરાબર વિચારો.
આજે તો કહે છે કે – સંઘ એ તો ઉપનામ છે, બાકી ગમે તેમ વર્તે, તો પણ ચાલે ! આ વાત કેમ ચાલે ? કહેવાય સંઘ અને વર્તે ગમે તેમ, એ કેમ નભે ? શ્રી સંઘને ઉત્તમ મેરૂ બનાવવો છે ને ? તમે સમ્યગ્દર્શનરૂપી પીઠને દૃઢ બનાવી ? હું વાંચી ગયો, તમે સાંભળી ગયો, એટલા માત્રથી બધું આવી જાય એમ ન માનતા. શંકાદિ દોષોથી સાવધ રહો તો દઢતા આવે. દૃઢ બન્યા પછી રૂઢ ન બનાવાય તોય પીઠમાં પોલાણ આવતાં વાર ન લાગે. પગલે પગલે પોલાણનાં સાધનો પડ્યાં છે. મજબૂત પીઠ પર પણ ઘા પડે તો એ ચલવિચલ થયા વિના ન રહે. માટે પીઠને રૂઢ પણ બનાવવી છે, એકલી દૃઢ નહિ.
મેરૂની પીઠનાં ચાર વિશેષણ છે. દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ. ગાઢ એટલે જેનાં મૂળિયાં ઊંડાં છે અને અવગાઢ એટલે સામાન્ય નહિ પણ ઘણાં ઘણાં ઊંડાં છે. એવી પીઠ છે માટે મેરૂ શૈલ શાશ્વત છે. એના પર અનંતા તીર્થંકર ભગવંતોના જન્માભિષેક થયા અને હજી અનંતા તીર્થંકરદેવોના જન્માભિષેક થશે. એ સમયે અસંખ્યાતા દેવો ત્યાં આવે, નાચે, કૂદે પણ મેરૂ કદી હાલે નહિ. એવી રીતે શ્રી સંઘને પણ કદી ચલાયમાન ન થાય એવો બનાવવો છે.
સભાઃ “ભગવાન મહાવીરદેવ વખતે તો મેરૂ કંપ્યો છે ને ?'
એ તો આનંદથી નાચ્યો છે ! એ રીતે નાચવાની તો તમને પણ છૂટ છે. કવિએ ત્યાં કલ્પના કરી છે કે – કોઈ તીર્થંકર દેવે પોતાના ચરણથી મારો સ્પર્શ કર્યો નથી પણ આ પરમાત્માએ કર્યો તેના હર્ષથી એ નાચી ઊઠ્યો છે. તમે પણ