________________
૧૬૦. - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
30 એ રીતે જરૂ૨ નાચો ! એ નાચ્યો છતાં એનું મૂળિયું હાલ્યું નથી. એ પહાડ ગબડીને નીચે પડ્યો નથી. આજે પણ ઊભો છે અને સદાકાળ એ જ રીતે ઊભો રહેવાનો છે. કારણ કે એની પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. રૂઢતા માટે પરિણામની ધારા શુદ્ધ જોઈએ. શ્રી સંઘની પરિણામની ધારા કેવી હોય ?
માત્ર સાધુએ જ સંસારની અસારતા ચિંતવવાની, એમ ન માનતા, માત્ર સાધુએ જ અઢાર પાપસ્થાનકથી દૂર રહેવાનું, એમ ન માનતા. આખા સંઘના માથે આ જવાબદારી છે. મહાવ્રતોની વાત દૂર રહો પણ સમ્યગ્દર્શન તો જે રીતે સાધુ-સાધ્વીને તે જ રીતે શ્રાવક-શ્રાવિકાને પણ ન હોય. વિશુદ્ધ પરિણામોની ધારા જેમ સાધુ-સાધ્વીને હોય તેમ શ્રાવક-શ્રાવિકાને પણ હોય. મુનિમાં જેમ વિરતિને ઉદ્દેશીને પરિણામની ધારા તીવ્ર હોય તેમ શ્રાવક સંઘમાં સમ્યગ્દર્શનને લગતી ઊંચા પ્રકારની પરિણામની ધારા હોય. પરિણામની ધારા ઊંચી હોય તો સમ્યગ્દર્શનરૂપી પીઠ રૂઢ બને. પીઠ દૃઢ બનાવી. બેસી ન રહો પરંતુ રૂઢ પણ બનાવો !
માનો કે હવે શંકા, કાંક્ષા, વિતિગિચ્છા દોષ નથી રહ્યા, મિથ્યામતિના પ્રશંસા કે તેનો પરિચય નથી કરતા, ત્યાં સુધીની અવસ્થા પ્રાપ્ત કરી પણ જ્યારે તેવા સંયોગ ઉપસ્થિત થાય, પ્રસંગ જ એવો આવી પડે, તે વખતે સમ્યગ્દર્શન ચલવિચલ થાય કે પરિણામ ગબડે એવી દશા છે ? એવા પ્રસંગે ગબડવું ન જોઈએ. ત્યારે જ ખરી કસોટી છે. “શ્રી જિનેશ્વરદેવનું શાસન બહુ ઉત્તમ, શ્રી જિનેશ્વરદેવે કહ્યું એ તમામ સાચું, શ્રી જિનેશ્વરદેવનો માર્ગ ઊંચો, સાચા ગુણ તો શ્રી જિનેશ્વરદેવના શાસનને સેવવાથી જ આવે” આવું આવું વિચારો ખરા અને મિથ્યામતિની પ્રશંસા કે પરિચય ન પણ કરો પરંતુ એવો અવસર આવી લાગે, સંયોગો એવા ઊભા થાય, દુનિયામાં અનેક જાતની કૂટ વિચારણાઓનો પ્રચાર ચાલી રહ્યો હોય, તેવા પ્રસંગે ટકે કોણ ? તે વખતે કહેનારા તમને કહેશે - “આખી દુનિયા પ્રશંસા કરે છે અને તમે એક જ સમજેદાર છો, કે નથી કરતા ? આટલા બધા જેને માને છે એ બધા ખોટા અને તમે એક સાચા ? ઘેલા લાગો છો !” આ સાંભળી તમને થઈ જાય કે – “ભૂલતા તો નથી ને ?” કેમ કે ચારેય તરફનું વાતાવરણ તેવું છે, ચારે તરફ હવા જ એવી ફેલાઈ છે. એવા સમયે ટકવું સહેલું નથી. એ કહેનારા એમ પણ કહેશે કે “તમે એકલી સંસારની અસારતાની જ વાત કરો છો પણ જુઓ ! સંસારમાં રહેલા પણ આવા-આવા નથી ? એ સાધુથી પણ ચડી જાય તેવા છે.” આવું સાંભળી ટકનારા કેટલા ? વળી એમ પણ કહેશે કે સંસારની અસારતાની વાતો કરવી છે, તો સંસારમાં