________________
731 – ૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 – ૧૬૧ રહ્યા છો કેમ ? ઘરમાં રહ્યા છો તો ઘરની ચીજોને પોતાની માન્યા વિના ચાલે ? બધો વ્યવહાર યોગ્ય રીતે કેળવ્યા વિના કેમ ચાલે ?' આવી જ હવા ચારે તરફ ચાલુ રહે તો દઢ સમ્યગ્દષ્ટિ પણ ટકે ક્યાંથી ? એટલે કે ખસે; માટે દૃઢ ઉપરાંત રૂઢ પણ જોઈએ...
ઇચ્છિત વસ્તુ કમાયા, કમાયેલું તિજોરીમાં પૂર્યું, તિજોરીને મોટું તાળું માર્યું, કૂંચી કેડે ભરાવી, હવે તો કામ પાકું થઈ ગયું ને ? એમ છતાં હવેલીનાં કમાડ કે કમ્પાઉન્ડનો દરવાજો સૂતો પહેલાં બંધ કરો કે નહિ ? કેમ ? કહો કે દઢ તો થયું પણ પાછું રૂઢ પણ કરવાનું - ત્યાં આવું સમજો છો. અહીં જ્ઞાની કહે છે કે સમ્યક્ત પામ્યા તો હવે એને એવી રીતે પેક કરો કે જેમાં દોષરૂપી ચોરોને પેસવું ભારે પડે. એવા પણ ચોર પડ્યા છે કે તિજોરીની ચાવી તમારી કેડે જ રહે અને આખી તિજોરી જ ઊપડી જાય. માટે જ ડેલીનું બારણું અને કમ્પાઉન્ડનો દરવાજો પણ બંધ કરવાં પડે. ઉત્તમ પરિણામની ધારા સેવીને પીઠને રૂઢ ન બનાવો તો સમ્યક્ત જતાં વાર ન લાગે. પ્રભુશાસન અર્થાત્ સમ્યકત્વ પામ્યા પછી કાંઈ પણ કરવાપણું નથી રહેતું એમ ન માનતા. સમ્યક્ત આવ્યા માત્રથી કોઈ ઊંચકીને મોક્ષમાં લઈ જશે એવું નથી. સમ્યક્ત પામીને હારેલા કેટલા નિગોદમાં ગયા, એ જાણો છો ને ? પરિણામની ધારા એવી સુંદર બનાવો કે સમ્યકત્વને નાશ કરનારા દુર્ગુણી ફાવી ન શકે.
ટીકાકાર મહર્ષિ ગ્રંથકાર મહર્ષિના મુદ્દાને સ્પષ્ટ કરતાં કહે છે કે – પ્રતિસમય અતિશય શુદ્ધિને પામે તેવા પ્રશસ્ત અધ્યવસાયને સેવો. અધ્યવસાય તો જગતના જીવમાત્રને હોય પણ ઉત્તમ અધ્યવસાયની આ વાત છે. એ સેવાય તો જ દૃઢ સમ્યકત્વ રૂઢ બને. પ્રભુનું શાસન પામીને ચોવીસે કલાક કઈ ભાવના જોઈએ તે નિશ્ચિત કરો ! – તો તમે અમે કોણ ?
કેટલાક કહે છે કે – “વસ્તુ પામ્યા પછી થોડી જવાની છે ?” હા, જાય પણ ખરી – મોટા પીરની પણ જાય.
ભગવાન મહાવીરદેવનો આત્મા, એક નહિ જેવી વાતમાં ગબડ્યો, તો તમે અમે કોણ ?
એવા આત્માએ પણ મદમાં ચડી નીચગોત્ર બાંધ્યું, તો તમે અમે કોણ ?
એવો આત્મા પણ દુન્યવી સુખ માટે શિષ્યની લાલસાએ ઉસૂત્રભાષી બન્યો અને કોટાકોટી સંસાર વધારી દીધો, તો તમે અમે કોણ ?