________________
૧૬૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
732 એ પરમાત્માને તો રોમ રોમ વિરાગાવસ્થા છતાં એમની એવી દશા થઈ, તો આજ જ્યાં વિરાગનું નામનિશાન નથી, એવા આપણી કઈ દશા થાય ? - દઢતા માની બેસી રહીએ અને યોગ્ય પરિણામ ન સેવીએ તો જઈએ ક્યાં ? એ સંઘ નહિ, ટોળાં છે
આવી વિષમતાના યોગે શ્રી સંઘરૂપ મેરૂનો મોટો ભાગ આજે કંપી ઊઠ્યો છે. કંપી ઊઠ્યો છે એટલું જ નહીં પણ પડું પડું થઈ રહ્યો છે. “એ પડ્યો.....'ની બૂમો સંભળાઈ રહી છે. આખા વિશ્વનો રક્ષક ગણાતો એ આજે સંહારક થવાની તૈયારીમાં છે. આપણો બચાવ છે કે એ વાસ્તવમાં સંઘ નથી પણ ટોળાં છે. અરિહંત પરમાત્માએ સ્થાપેલો શ્રી સંઘ તો આજે પણ સાબૂત છે. વિશ્વની રક્ષા કરવા સમર્થ છે. સંખ્યામાં કદાપિ અલ્પ હોય તો પણ શું ? એ જ સાચો સંઘ છે કે જે શાસનને વફાદાર હોય. ટોળાંના નામે સાચી વસ્તુને આંચ આવે તે આપણે સહેવા તૈયાર નથી.
જગતમાં ત્યાગ વધુ ન ફેલાય માટે એને ફરતી કાંટાની વાડ કરે એ શ્રી સંઘ કહેવાય ? “આ રીતે ત્યાગ પસર્યા કરે તો સંસાર કેમ નભે ?' એ વિચાર શ્રી સંઘના હોય ? શ્રી જિનેશ્વરદેવના સંઘમાં ગણાતા એમ બોલે કે-“મને આટલાં આટલાં જિનમંદિરો ને ધર્મસ્થાનકો જોઈ કંઈ કંઈ થઈ જાય છે, આ બધો પૈસાનો ધુમાડો છે. સામાયિક તો ઓટલે બેસીને પણ થાય. એને માટે આલીશાન મકાનોની જરૂર શી ? વકીલો, બૅરિસ્ટરો કે ડૉક્ટરો જેઓ જગતનું ભલું કરી શકે તેમને માટે એવા આલીશાન મકાનોની જરૂર છે. આખો દિવસ સામાયિક કરી નિરુદ્યમી થઈ બેસી રહેનારા શ્રાવકો અને સાધુઓ જગતને તદ્દન નિરુપયોગી છે. મુહપત્તિ આમથી તેમ ફેરવવામાં કલ્યાણ શું થવાનું ? દુકાન પર બેસી લોભ ન કરવાની વાતો કરનારાથી વિકાસ શું થવાનો ? રાત્રે ખાવું નહિ, કંદમૂળ ખાવું નહિ. ખાવી વેવલી વાતો આ જમાનામાં કેમ ચાલે ? ન આવે પાર્ટીઓમાં, ન આવે ખાણીપીણીના મેળાવડાઓમાં, ન આવે દુન્યવી રમતગમતોમાં; આ તો એ ભલા, એમનાં મંદિર ઉપાશ્રયો ભલાં અને એમની ધર્મક્રિયાઓ ભલી એવાથી દુનિયાનો શો ઉદ્ધાર થવાનો ?”
ભગવાન શ્રી મહાવીરના શ્રી સંઘમાં ગણાતાઓની પણ આજે આ મનોદશા છે. આવી મનોદશાવાળા પણ સંઘનું લેબલ લગાડીને ફરે ત્યાં સુધી શ્રી સંઘનું શ્રેય નથી. આ વિશ્વને હિતકારક કોણ ? ઉપકારક કોણ ? એની