________________
૧૧૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
684 'કેટલું ? તો કહે પૃથ્વીને ઊંધી-ચત્તી કરે એટલું. જગતનો નાશ તથા ઉદ્ધાર કરવા એ તારકો સમર્થ હોય છે.
જ્ઞાની કલ્પતરુ ખરો પણ કયો ? ઉપકારીઓ ફરમાવે છે કે વિનીત જ્ઞાની કલ્પતરુ. વિનીત તે કહેવાય કે જે આત્માને લાગેલાં કર્મના ક્ષયમાં પ્રયત્નશીલ હોય. કર્મને ભેળાં કરવા પ્રયત્ન કરે એ જ્ઞાની તો કંટકતરુ એને તો જેનો હાથ અડે એને લોહી નીકળે. જે એનાથી ભટકાય તે લોહીલુહાણ થાય, એમાં જે ફસાય તે બહાર ન આવે. ત્રણ જ્ઞાનના એ ધણી પણ કેવળજ્ઞાન થયું ત્યાં સુધી કંઈ ન બોલે, એ નાનીસૂની વાત છે ? મતિ, શ્રુત, અવધિ અને દીક્ષા પછી તો ચોથું મન:પર્યવજ્ઞાન થાય છે. આ રીતે ચાર જ્ઞાનના ધણી, જે સામાના મનના પર્યાય પણ જાણે છતાં કેવળજ્ઞાન થાય ત્યાં સુધી પ્રાયઃ મૌન જ સાચવે. મહિનાઓ સુધી ઊભા ઊભા ઘોર ઉપસર્ગો સહે અને આપત્તિની દરકાર પણ ન કરે, એ કેવો યોગ્ય પ્રયત્ન ! અદ્ભુત રૂપ સાથે સદાચાર પણ અભુત. અનુપમ સત્તાવાન હોવા છતાં ગોવાળિયા જેવા ઉપસર્ગ કરી જાય તો પણ તારકને પોપચું ઊંચું કરવાનું મન ન થાય. બળ એટલે કે પોપચું ઊંચું કરે તો પહાડ તૂટે. પણ કદી તેમ કરવાનું જ નહિ. લક્ષ્મીને મારી કહીને તિજોરીમાં ભરી રાખી નહિ પણ છૂટે હાથે દીધી.
આ પાંચે વસ્તુનો સમાગમ શ્રી તીર્થંકરદેવમાં હોય છે.
જ્ઞાની વિનીત હોય તો કલ્પતરુ, નહિ તો કંટકતરુ છે. રૂપવાન સદાચારી હોય તો કલ્પતરુ પણ દુરાચારી હોય તો કંટકતરુ છે. સત્તાધીશ નીતિમાર્ગે હોય તો કલ્પતરુ પણ અનીતિના માર્ગે હોય તો કંટકતરુ, બળવાન ક્ષમાશીલ હોય તો કલ્પતરુ, નહિ તો એ પણ કંટકતરુ. લક્ષ્મીવાન ઉદાર હોય તો કલ્પતરુ નહિ તો એ પણ કંટકતરુ. ધર્મ કઠિન છે માટે જ યોગ્યતા જોવાની
શ્રી જૈનશાસનમાં રાજા, શ્રીમાન, ધર્મી થવું એ બધું જ કઠિન. આ શાસનમાં બધું જ કઠિન છે. એ જ કારણે આ શાસનમાં જે હોય તે લાયક હોય પણ ઉદ્ધત ન હોય; બાહોશ હોય પણ બેહોશ ન હોય. શ્રી જિનેશ્વરદેવના શાસનનો શ્રીમાન, વસ્તુનો વિચાર વિના વ્યય કરનાર ન હોય તેમ વ્યય સમયે મૂઠી વાળનાર પણ ન હોય. મહારાજા શ્રી કુમારપાળની દયા એટલી કે નાના જંતુને પણ કોઈ મારે નહિ એવી ઉદ્ઘોષણા કરાવી; પણ એ જ આજ્ઞા ભાંગનાર માટે બધી સજા તૈયાર; એને છોડતા નહિ. ,