________________
: ધર્મીમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ - 48
પણ ન જોઈ શકે; એ તો કંપે. રાજા ટૂંકનો બેલી અને શ્રીમાનનો સાથી પણ લૂંટારાનો તો કાળ. રાજા, રંક માટે ભંડાર ખુલ્લા મૂકે અને કહે કે તમારા દ્વારા તો મારા ખજાનાની સાર્થકતા છે. શ્રીમાનને પાસે બેસાડે અને કહે કે, તમે તો મારા રાજ્યની શોભા છો; પણ લૂંટારાઓને તો કહે કે, ‘તમે તો કોટડીના માલિક છો.' જે રાજાને રંક પ્રત્યે રહેમ નથી, પોતાના જેવો ગમતો નથી અને લૂંટારા પ્રત્યે કડકાઈ નથી તે રાજ્ય શી રીતે ચલાવે ? આ દૃષ્ટાંત બધે જ ઘટાવાય. એટલે સંઘળી યોગ્ય વ્યક્તિઓ માટે આ દૃષ્ટાંતનો ઉપયોગ થાય. અવસરે બધું જ કામ લાગવું જોઈએ ઃ
683
૧૧૩
વસ્તુ માત્રને યથાસ્થિતપણે દર્શાવનારું શ્રી જૈનશાસન સદાને માટે જયવંતુ છે. એની સામે કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. એની સામે આંગળી ચીંધનારાઓ એક ક્ષણ પણ ટકી શકતા નથી. એની સામે થનારને રોકનાર અનેક છે. જે કમનસીબને રોકનાર ન મળે તેને સ્વયં પાછું પડવું પડે તેમ છે. પર્વત સામે હાથી દોડ્યો જતો હોય તો સામે કોઈ ડાહ્યો મળે તો વાળે અને વળે. પણ જો વાળનાર ન મળે તો ટિચાઈને, દાંત પાડીને અને લોહીલુહાણ થઈને પાછો વળે : બાકી એનામાં એ તાકાત નથી કે, એ પર્વતને ભેદી જાય. શ્રી જૈનશાસન પણ સુગિરિની માફક અપ્રકંપ્ય છે. ગાંડા હાથીને વાળનાર સજ્જન હોય તો એને ઓછું વાગે. સજ્જન હયાત હોય તો ગાંડા હાથી જેવાઓને બચવવાની એમની ફરજ છે જ. એ વખતે તન, મન, ધનની કિંમત ન અંકાય. સામગ્રી જો સમયે કામ ન આવે તો એ ધૂળમાં જ મળેલી છે. વસ્તુ, સમયે કામ લાગવી જોઈએ. આદમી જીવતો હોય ત્યાં સુધી બધાં ઔષધ કામ લાગવાં જોઈએ; મૂઆ પછી વૈદ્ય કહે કે, ઘણું હતું તો શા કામનું ? એ લઈ ગયો હોત અને દરદીએ ન ખાધાં હોત તો હજી એ ક્ષન્તવ્ય ગણાય. સાચો વૈદ્ય હિતકર ઔષધ જેમ પાયા વગર રહે જ નહિ, તેમ સજ્જનોએ, ઉન્માર્ગે જતા આત્માઓને બચાવવા માટે સઘળું કરી છૂટવું જ જોઈએ.
કોણ ક્યારે કલ્પતરુ, ક્યારે કંટકતરુ ?
‘જ્ઞાની, સત્તાધીશ, રૂપવાન, બળવાન અને લક્ષ્મીવાન એ પાંચ કલ્પતરુ છે. શ્રી તીર્થંકરદેવમાં પાંચે વસ્તુ હતી. જ્ઞાન તો ગર્ભથી જ ત્રણ હોય છે. રૂપ એવું હોય છે કે એની પાસે અનુત્તર વિમાનના દેવોનું રૂપ પણ અંગારા જેવું લાગે. કારણ કે એ તારકોનું રૂપ એનાથી પણ અનંતગણું છે; સત્તા ત્રણ લોકની છે, ઇંદ્રો પણ એમને હાથ જોડે છે. લક્ષ્મી કેટલી ? તો કહે પાર વિનાની. બળ