________________
૮ : ધર્મીમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ - 48
૧૧૫
એકલા કાન્ત, મીઠાં સાકર જેવા, અહીં પણ ઠીક ને તહીં પણ ઠીક કહેનાર માર્ગસ્થ હોઈ જ નથી શકતા. એવાઓ તો ઉન્માર્ગગામીઓની પ્રશંસા અને સન્માર્ગગામીઓની નિંદા કરી પોતાના આત્માને મલિન કરનારા જ હોય છે. આ શાસનની સઘળી જ વસ્તુ પામવી એ પણ કઠિન છે અને આરાધવી એ પણ કઠિન છે માટે જ યોગ્યતા જોવાની વિધિ ઉપકારીઓએ ફરમાવી છે.
685
એ વિધિના પાલનથી જ શાસનનો વિજય છે. ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે પાંચસો જણા ભણવા આવ્યા; ચારસો નવાણું ચાલ્યા ગયા, એક રહ્યા એમણે પણ ચૂક કરી કે ‘અયોગ્ય’ કહી ના પાડી. હોય તે લાયકને જ અપાય એમ તે તારક માનતા હતા. પણ જ્યાં ત્યાં ફેંકાય એમ નહોતા માનતા.
યોગ્યને બધું જ હિતકર બને
ઃ
અર્થ અને કામ એકાંતે અનર્થકર છે. પણ યોગ્ય પાસે હોય તો હિતકર પણ બની શકે છે. સમ્યગ્દષ્ટિની સાધનસામગ્રી મોટે ભાગે હિતમાર્ગે જ યોજાય છે.
પાત્રે પડેલી વસ્તુ સારું જ ફળ આપે. વિગઈ વિકાર કરે. પણ મુનિને દાન દેતાં શ્રાવક એ ન વિચારે, કેમ કે, મુનિ એ ઉત્તમ કોટિનું સુપાત્ર છે. પાત્રમાં વિગઈ વિષયાસક્તિ ન કરે. પણ વિગઈના યોગે પુષ્ટ થયેલો સંયમી પોતાનો અને શાસનનો પણ ઉદ્ધાર કરે.
ત્યાગની તૈયારી તો જોઈએ જ ઃ
સાધર્મિક ભક્તિ કરનાર, ‘સાધર્મિકને કેસરિયા મોદક પચશે કે નહિ’ એવો વિચાર ન કરે; એ વિચાર જમનાર કરે પણ જમાડનાર ન કરે. શ્રી જૈનશાસનને પામેલા આત્માઓ, તેવા આસક્ત ન હોય. એ પુણ્યાત્માઓમાં વિરતિ અને ત્યાગ ન હોય તે નભે પણ તેઓમાં ત્યાગની તૈયારી ન હોય એ ન નભે. શાસન માટે ઘર પણ આપી દેવાની તૈયારી જોઈએ. લશ્કરમાં સૈનિકને જિંદગીભર પગાર મળે છે તે એની પાસે રોજ કામ નથી લેવાતું, એ તો મોજ કરે. પણ જિંદગીમાં બે-પાંચ ટાઇમ એવા આવે કે, જેમાં જીવનનો સોદો હોય. એ વખતે જે સૈનિક ઊભા ન રહે એની ખબર એ સત્તા બરાબર લે.
ડાહ્યાને સારા માણસ પોષે તે અવસરે કામ માટે. એ જ રીતે શ્રી જૈનશાસન પામેલા રોજ ભલે ત્યાગ ન કરી શકે, પણ ત્યાગના સમયે, જ્યારે ત્યાગ માટે માંગણી થાય ત્યારે તો એ તૈયાર જોઈએ જ. તે વખતે ‘શું કરવું ?’ એમ પૂછવા ન અવાય.